એક ડોલરમાં આવાસ : ઇટલીમાં કોરોનામાં અનેક સેલ્ફ લોકડાઉન થયા

22 May 2020 05:11 PM
World
  • એક ડોલરમાં આવાસ : ઇટલીમાં કોરોનામાં અનેક સેલ્ફ લોકડાઉન થયા

ઇટલીમાં એક દૂરના વિસ્તારમાં આવેલા મૂસોમેલી ગામ કે જે એક સમયે માફિયાથી ઓળખાતા ઇટાલીયન વિસ્તાર સીસીલી ના એક ટાપુ પર આવેલું છે તે લગભગ ઉજ્જડ બની ગયુ હતું અને તેથી અહીં વસ્તી માટે ફક્ત એક ડોલરમાં આવાસની ઓફર થઇ જો કે તેમાં રિનોવેશન સહિતનો ખર્ચો જુદો હતો પણ અનેક ઇટાલીયનોએ દૂરના વિસ્તારમાં આ ખૂબસુરત ટાપુ પર આવાસ ખરીદયું ત્યાં જ ઇટાલીમાં કોરોનાનો કહેર ચાલુ થયો હતો અને તેના કારણે અહીં આવાસમાં રહેવા આવનારા ફસાઈ ગયા. માર્ચ મહિનામાં ઇટલીમાંથી ઓછામાં ઓછા 100 કુટુંબો અહીં રહેવા આવ્યા હતા અને તેઓ સેલ્ફ ક્વોરેન્ટાઈન જેવી સ્થિતિમાં આવી ગયા અને તેઓએ પછી આ સમયનો ઉપયોગ પોતાના આવાસને રિનોવેટ કરવામાં અને અન્ય રીતે વિતાવ્યો હતો. આ ગામને લેટીન ભાષામાં હિલ ઓફ હની તરીકે ઓળખવામાં આવે છે.


Loading...
Advertisement