મિંક નામના પ્રાણીએ પણ કોરોના ફેલાવ્યો હોય શકે

22 May 2020 05:09 PM
World
  • મિંક નામના પ્રાણીએ પણ કોરોના ફેલાવ્યો હોય શકે

કોરોના વાઈરસ ક્યાંથી આવ્યો તે અંગે વિશ્ર્વભરમાં ચર્ચા છે તે વચ્ચે ડચ (નેધરલેન્ડ) ઓથોરિટીએ એવું તારણ આપ્યું છે કે અમેરિકા-યુરોપ અને રશિયામાં જોવા મળતા મિંક નામના નાના પ્રાણીએ પણ માણસમાં કોરોનાનો વાઈરસ ફેલાવ્યો હોય શકે છે. આ તમામ દેશોમાં મિંક ફાર્મ આવેલા છે અને ત્યાં આ નાના પ્રાણી અને માનવનો સંપર્ક વધુ થાય છે. ડચ સરકારે એવું જાહેર કર્યું છે કે અહીંના બે કે ત્રણ ફાર્મમાં એક જ સમાન કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. 11 મિંકમાંથી ત્રણ મિંક કોરોના વાઈરસગ્રસ્ત હતા અને તેથી તેના મારફત કોરોના ફેલાઇ હોઇ શક્યો છે.


Loading...
Advertisement