યે કતાર કબ રૂકેગી! લોન-ફોર્મ માટે સતત બીજા દિવસે લાઈનો

22 May 2020 05:09 PM
Rajkot Saurashtra
  • યે કતાર કબ રૂકેગી! લોન-ફોર્મ માટે સતત બીજા દિવસે લાઈનો
  • યે કતાર કબ રૂકેગી! લોન-ફોર્મ માટે સતત બીજા દિવસે લાઈનો
  • યે કતાર કબ રૂકેગી! લોન-ફોર્મ માટે સતત બીજા દિવસે લાઈનો
  • યે કતાર કબ રૂકેગી! લોન-ફોર્મ માટે સતત બીજા દિવસે લાઈનો

નાગરિક, રાજ જેવી અન્ય બેંકોએ પણ ફોર્મ વિતરણ શરૂ કરી દીધુ: બે-બે કિલોમીટરની લાઈનો: નોમીનલ સભ્યપદની ફી વિશેની ગૂંચ પેન્ડીંગ રાખીને ફોર્મ અપાવવા લાગ્યા

રાજકોટ તા.22
આત્મનિર્ભર લોન સહાય યોજના અંતર્ગત નાના ધંધાર્થીઓને એક લાખ સુધીની લોન માટેના ફોર્મ વિતરણમાં આજે બીજા દિવસે વધુ કેટલીક બેંકોએ ફોર્મ વિતરણ શરૂ કર્યુ હતું અને લોકોની કતારો જામી હતી. નોમીનલ સભ્યપદ ફી વિશેની ગૂંચનો મુદો હજુ ઉભો જ છે છતાં હાલ તુર્ત ફોર્મ વિતરણ શરૂ કરી દેવાનો વ્યુહ અપનાવ્યો છે. એક લાખની લોન માટે ફોર્મ વિતરણ ગઈકાલથી શરૂ કરવાનું હતું. રાજકોટમાં માત્ર આરસીસી તથા જીવન બેંકે તે શરૂ કર્યુ હતું. અન્ય બેંકોમાં ઉમટેલા લોકો કલાકો સુધી તડકે શેકાયા હતા અને ધકકા ખાઈને ફોર્મ વિના જ પરત ફરવુ પડયુ હતું.

નાગરિક બેંક જેવી મલ્ટી સ્ટેટ બેંકોને નોમીનલ સભ્યપદ ફીનો મુદો નડયો હતો. અન્ય બેંકો સમયસર ફોર્મ છપાવી શકી ન હતી. સૂત્રોએ એમ કહ્યું કે મલ્ટી સ્ટેટ બેંકોના કાયદામાં નોમીનલ સભ્યપદ માટે રૂા.300ની ફી લેવાનું ફરજીયાત છે. રાજય સરકારે અરજદારો પાસેથી કોઈ ફી નહીં વસુલવા સૂચવ્યુ હતું.

ગૂંચ ઉકેલવા બેંકોએ સરકારનું માર્ગદર્શન માંગ્યુ હતું. સરકારે હાલ તુર્ત ફોર્મ વિતરણ શરૂ કરી દેવાનું સૂચવ્યું હતું જેને પગલે નાગરિક બેંકે આજથી ફોર્મ દેવાનું શરૂ કર્યુ હતું. બેંકની તમામ બ્રાંચોએ ફોર્મ મેળવવા પડાપડી હતી અને લાંબી લાઈનો હતી. ખાસ કરીને પારેવડી ચોક બ્રાંચે બે-બે કિલોમીટર લાંબી લાઈન હતી.

નાગરિક બેંક ઉપરાંત રાજ બબેંકે પણ ઓનલાઈન ઉપરાંત પ્રિન્ટેડ ફોર્મ આપવાનું શરૂ કર્યુ હતું. સરકારી ગાઈડલાઈન પ્રમાણે 31 ઓગષ્ટ સુધી ફોર્મ વિતરણ કરવાના થાય છે. રાજકોટમાંથી હજારોની સંખ્યામાં નાના ધંધાર્થીઓ એક લાખ સુધીની લોન લેવા માટે અરજી કરે તેવો અંદાજ છે. રાજય સરકારે 50,00,000 નાના ધંધાર્થીઓને વ્યાજ સબસીડી સાથેની લોન આપવાનો ટારગેટ રાખ્યો છે. આઠમાંથી છ ટકા વ્યાજ સરકાર ભોગવવાની છે. લોનધારકોને માત્ર બે ટકા જ વ્યાજ ભરવાનું છે. પ્રથમ છ મહિના હપ્તા ભરવામાંથી મુક્તિ છે.


Loading...
Advertisement