અમેરિકામાં કોરોના મૃતકોના સન્માનમાં ત્રણ દિવસ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ

22 May 2020 05:08 PM
India
  • અમેરિકામાં કોરોના મૃતકોના સન્માનમાં ત્રણ દિવસ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ

વિશ્વમાં કોરોનાના સૌથી વધુ પોઝીટીવ કેસ અને મૃત્યુ અમેરિકામાં નોંધાયા છે. જો કે તેમ છતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને પૂર્ણ રીતે લોકડાઉન કરવા તૈયાર નથી. અમેરિકાના અનેક રાજ્યોએ લોકડાઉન અપનાવ્યું છે પરંતુ તે પણ અત્યંત હળવા નિયમો સાથે છે. તે વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એક ટવીટ કરીને કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેના સન્માનમાં અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ત્રણ દિવસ સુધી અડધી કાઠીએ ફરકાવવાની જાહેરાત કરી છે. હાલ અમેરિકામાં ચૂંટણી આવી રહી છે અને ટ્રમ્પ માટે એક મુશ્કેલ ઘડી પણ છે.


Loading...
Advertisement