અમેરિકામાં સોશ્યલ ડીસ્ટન્સ પણ જો એક અઠવાડિયુ અમલી કરાયું હોત તો 30 હજાર લોકોના જીવન બચાવી શકાયા હોત

22 May 2020 05:06 PM
World
  • અમેરિકામાં સોશ્યલ ડીસ્ટન્સ પણ જો એક અઠવાડિયુ અમલી કરાયું હોત તો 30 હજાર લોકોના જીવન બચાવી શકાયા હોત

કોલંબિયા યુનિવર્સિટીનું તારણ : લોકડાઉન અને સોશ્યલ ડીસ્ટન્સ બંનેમાં અમેરિકા થાપ ખાઈ ગયું

વોશિંગ્ટન,તા. 22
અમેરિકામાં કોરોના વાઈરસના કારણે સૌથી વધુ ઇન્ફેકેટેડ લોકો છે અને મૃત્યુની સંખ્યા પણ સૌથી વધુ છે પરંતુ જો અમેરિકાએ તેના કોરોના વાઈરસના પીરીયડમાં એક સપ્તાહ પણ વહેલું સોશ્યલ ડીસ્ટન્સને અમલી બનાવ્યું હોત તો 36 હજાર લોકોના જીવન બચાવી શક્યું હોત. અમેરિકામાં અત્યાર સુધીમાં 15,51,853 લોકો કોરોના ઇન્ફેકેટેડ થયા છે અને 93,439 લોકોના મૃત્યુ થયા છે. આ સ્થિતિ વચ્ચે જોન્સ હોપક્ધિસ તથા કોલંબીયા યુનિવર્સિટીના સંશોધન મુજબ તા. 15 માર્ચથી 3 મે સુધી જે કોરોનાનું ટ્રાન્સમીશન થયું હતું તેના પરથી સર્જાયેલા એક મોડેલમાં જણાવાયું છે કે મૃત્યુની સંખ્યા 83 ટકા અને ઇન્ફેકશનની સંખ્યા 82 ટકા જેવી ઘટાડી શકાઈ હોત જો અમેરિકાને બે અઠવાડિયા અગાઉ લોકડાઉન કરવામાં આવ્યું હોત. ન્યૂયોર્કના મેટ્રોસિટીમાં 17500 લોકો ઓછા મૃત્યુ પામ્યા હોત. જો સોશ્યલ ડિસ્ટન્સને એક અઠવાડિયા અગાઉ વહેલુ અમલી કરાયું હોત પરંતુ 1 માર્ચના રોજ અમેરિકામાં પ્રથમ મૃત્યુ નોંધાયા બાદ બીજુ મૃત્યુ છેક 13 માર્ચના રોજ નોંધાયું તેથી તેને ગંભીરતાથી લેવામાં આવ્યું નહોતું.
સંશોધક ટીમે એ સ્વીકાર્યું હતું કે દેશના 50 રાજ્યો લોકડાઉનને હળવું કરવા અથવા ખતમ કરવા જઇ રહ્યા છે પરંતુ જો કેસની સંખ્યા વધે તો તેનો રિસ્પોન્સ આપવા માટે તમામ રાજ્યોએ તૈયાર રહેવું પડશે.


Loading...
Advertisement