દેશમાં વિમા કંપનીઓની 1000 બ્રાંચ બંધ થશે

22 May 2020 05:04 PM
India
  • દેશમાં વિમા કંપનીઓની 1000 બ્રાંચ બંધ થશે

કોરોના વાઈરસે જે લોકડાઉનની સ્થિતિ સર્જી અને આર્થિક રીતે પણ મોટી ચિંતા લાવી દીધી છે તે વચ્ચે સૌથી વધુ મુશ્કેલીઓ જીવન વિમા કંપનીઓને છે. જેનો બિઝનેસ સામાન્ય રીતે ફેબ્રુઆરી માર્ચમાં સૌથી વધુ હોય છે. પણ હવે ચાલુ વર્ષે નવો બિઝનેસની વાત તો દૂર રહી પરંતુ વર્તમાન બિઝનેસ પણ કેટલા પ્રિમીયમ ભરાશે તે પ્રશ્ર્ન છે. વિમા ઉદ્યોગના સુત્રોના જણાવ્યા મુજબ આગામી એક કે બે વર્ષમાં વિમા કંપનીઓની 11600થી વધુ શાખાઓ બંધ થશે. હાલ કંપનીઓ તેના સ્ટેટેજીક પ્લાનીંગમાં છે અને એ પણ શક્ય છે કે વિમા કંપનીઓ પ્રિમાઈસીસમાં પણ શેરીંગ અપનાવશે. ચાલુ વર્ષે જીવન વિમાના બિઝનેસમાં 32 ટકાનો ઘટાડો થયો છે. અને નવા પ્રિમીયમ કલેકશન ઘટીને 25409 કરોડ થયું છે. એપ્રિલ માસમાં તો તેનાથી વધુ ઘટાડો થશે.


Loading...
Advertisement