લોકડાઉનની સાઈડ ઇફેક્ટ : વડીલો પણ હવે નેટ પર વધુ રહેતા સામાજિક સંપર્કો ગુમાવ્યા

22 May 2020 05:01 PM
India
  • લોકડાઉનની સાઈડ ઇફેક્ટ : વડીલો પણ હવે નેટ પર વધુ રહેતા સામાજિક સંપર્કો ગુમાવ્યા

બ્રિટનમાં થયેલું રસપ્રદ સંશોધન : યુવાનોને સલાહ આપતા વડીલોને પણ નેટનું વળગણ

નવી દિલ્હી,તા. 22
દેશમાં લોકડાઉન અને કોરોનામાં સોશ્યલ ડિસ્ટન્સ આ તમામના કારણે ઇન્ટરનેટના વપરાશમાં 60 ટકા જેવો વધારો થયો છે પરંતુ હાલમાં એક થયેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફક્ત યુવાનો જ નહીં હવે ઘરના વડીલો પણ વધુને વધુ સમય નેટ પર વિતાવતા હોવાથી તેઓ સામાજિક રીતે અલગ પડવા લાગ્યા છે. ઇંગ્લેન્ડની એજીંગ એન્ડ સોસાયટી નામના સામાયિક દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે 60થી ઉપરના વયના લોકોમાં 19 ટકા હવે વધુને વધુ એકલા રહેવાનું પસંદ કરે છે અને 33 ટકા ખુદે પોતાને સોશ્યલ આઈસોલેટ એટલે કે તેની જે અગાઉની મિત્રતા અને સંબંધોની સ્થિતિ હતી તેને ઓછી કરી નાખી છે. ઇન્ટરનેટ પર રહેવામાં કે પછી સોશ્યલી આઈસોલેટ થવાની તેઓને ટેવ પડી ગઇ છે. હવે તેઓ સોશ્યલ થવા માંગતા નથી. ઓનલાઇન એક્ટીવીટીમાં તેઓ ચેટીંગ ઉપરાંત વધુ ઇ-મેઇલ જોતા થઇ ગયા છે અને શોપીંગ ક્લ્ચર પણ વધવા લાગ્યુ છે. જે એક ચિંતાજનક નિશાની એ છે કે અત્યાર સુધી વડીલો ઇન્ટરનેટમાં વ્યસ્ત રહેતા નવા જનરેશનની ટીકા કરતા હતા હવે તેઓ જ ખુદ નેટ પર વધુને વધુ સમય વિતાવતા થયા છે.


Loading...
Advertisement