દલાઈ લામાએ જાહેર કરેલા પંચમ લામા તો ક્યાંક નોકરી કરે છે

22 May 2020 05:00 PM
World
  • દલાઈ લામાએ જાહેર કરેલા પંચમ લામા તો ક્યાંક નોકરી કરે છે

ચીને રહસ્યસ્ફોટ કર્યો : 1995માં દલાઈ લામાએ એક બાળકને પંચમ લામા જાહેર કર્યા હતા પરંતુ ચીને પોતાના ફેવરિટને પંચમ લામા બનાવી દીધા હતા

હોંગકોંગ,તા. 22
25 વર્ષ અગાઉ એક છ વર્ષના બાળકને તીબેટના ધર્મગુરુ દલાઈ લામાએ પંચમલામા તરીકે જાહેર કર્યા હતા અને તે બૌધ્ધ ધર્મના બીજા નંબરના સૌથી સર્વોચ્ચ વ્યક્તિ તરીકે ગણાતા હતા. જો કે આ પંચમલામા ત્યારબાદ ઓચિંતા જ ગુમ થઇ ગયા છે અને હાલમાં અમેરિકાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે ચીને આ લામાને ક્યાંક સંતાડી દીધા છે તે સમયે ચીનના વિદેશ વિભાગે સતાવાર રીતે જાહેર કર્યું છે કે આ પંચમલામા કે જેનું મૂળ નામ ગેદૂન છોકઇ નિયામા છે. તે હાલ 31 વર્ષના છે અને તે ગ્રેજ્યુએટ થયા પછી ક્યાંક નોકરી કરે છે અને તેના કુટુંબ જ ઇચ્છે છે કે આ પંચમલામા જાહેરમાં ન આવે. 1995માં તેને 11મા પંચમલામા તરીકે જાહેર કરાયા હતા. જો કે ચીને આ વ્યક્તિને પંચમલામા તરીકે સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો અને તેના પોતાના નિયુકત એક અન્ય વ્યક્તિને સાચા પંચમલામા તરીકે જાહેર કરી દીધા હતા અને ત્યારબાદ દલાઈલામાએ નિયુક્ત કરેલા પંચમલામા જાહેરમાં આવ્યા જ નહીં આ સ્થિતિમાં હવે તેઓ પોતાનું અંગત જીવન વિતાવી રહ્યા હોવાનું જણાવાયું છે.


Loading...
Advertisement