31મી પછી લોકડાઉન નહીં લંબાવાય તો કોરોનાના કેસો જુલાઈમાં ચરમ પર પહોંચશે

22 May 2020 04:52 PM
India
  • 31મી પછી લોકડાઉન નહીં લંબાવાય તો કોરોનાના કેસો જુલાઈમાં ચરમ પર પહોંચશે

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનનો દાવો: છતાં ધાર્યા કરતાં વધારો ઓછો હશે : કોવિડ 19ના કેસોમાં 64% પુરુષો, 50%થી વધુ વૃદ્ધો

નવી દિલ્હી તા.22
દેશમાં અમલી લોકડાઉન 31 મે એ પુરું થઈ રહ્યું છે, પણ એ લંબાવવામાં નહીં આવે તો દેશમાં કોરોનાની સંખ્યા જુલાઈ મધ્યમાં ચરમ પર પહોંચી શકે છે. આરોગ્ય ક્ષેત્રના વિશેષજ્ઞ પ્રોફેસર ગીરીધર બાબુએ આવો દાવો કરતા જણાવ્યું હતું કે બે મહિના સુધી ક્ધટેન્મેન્ટ જેવા ઉપાયોના કારણે લોકડાઉન હટાવવા છતાં કોરોનાના કેસોમાં ધારણાથી ઓછી સંખ્યામાં વધારો થશે.
પબ્લીક હેલ્થ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રોફેસર ગિરિધર આર. બાબુએ જણાવ્યું હતું કે 30 મે એ લોકડાઉન હટાવી લેવાશે તો ત્રણ ઈન્કયુવેશન ગાળો એટલે કે જુલાઈના મધ્ય સુધી કોરોનાના કેસો ચરમસીમા પર પહોંચશે. એ પછી લોકોને ખબર પડશે કે વગર નિયંત્રણે આ બીમારી કેવી રીતે ફેલાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈકાલે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ 19નો મૃત્યુદર 3.06 છે, જયારે વૈશ્ર્વિક દર 6.65 છે.
મંત્રાલયના વિશ્ર્લેષણ મુજબ સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોમાં 64% પુરુષો અને 36% મહિલાઓ છે. વયના આધારે વિશ્ર્લેષણ કરાતા જણાયું છે કે કોરોનાના 0.5% કેસો 15 વર્ષથી નીચેની વયના બાળકોના છે. 2.5% કેસો 15થી30 વર્ષ વચ્ચેના, 11.4% કેસો 30થી45 વર્ષની વયનાઓમાં, 35% 45-60 વયજૂથના અને 50.6% 60%થી વધુ લોકોના છે.


Loading...
Advertisement