હવે મેદાનમાં આવો: ભાજપના સાંસદો ધારાસભ્યોને મુખ્યમંત્રી રૂપાણીનું આહવાન

22 May 2020 04:16 PM
Ahmedabad Gujarat
  • હવે મેદાનમાં આવો: ભાજપના સાંસદો ધારાસભ્યોને મુખ્યમંત્રી રૂપાણીનું આહવાન
  • હવે મેદાનમાં આવો: ભાજપના સાંસદો ધારાસભ્યોને મુખ્યમંત્રી રૂપાણીનું આહવાન

ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીની વિડીયો કોન્ફરન્સ: હું પણ કોરોના વોરીયર કાર્યક્રમ એક સપ્તાહ ચાલશે

ગાંધીનગર તા.22
હું પણ કોરોના વોરિયર અભિયાનમાં ભાજપ સરકારના તમામ ધારાસભ્યો સાંસદો અને ભાજપ સંગઠનના આગેવાનો ને મેદાનમાં ઉતારવા માટે વિજયભાઈ રૂપાણીએ હાકલ કરી છે અને વીડિયો કોન્ફરન્સથી તમામ ધારાસભ્યો સાંસદો અને જિલ્લા પ્રમુખો ને આજથી જન જાગૃતિ અભિયાનમાં જોડાવવા અને નાગરિકોને માહિતગાર કરવા અપીલ કરી છે.
જીતશે ગુજરાત હારશે કોરોના ના વિજય મંત્ર સાથે રાજ્યના પ્રત્યેક નાગરિક ની માહિતગાર કરવા માટે ભાજપના તમામ ધારાસભ્યો સાંસદો અને પક્ષના તમામ પદાધિકારીઓ કોરોના સામેની લડાઈમાં યોદ્ધા તરીકે જોડાય તે માટે વિજયભાઈ રૂપાણીએ હાકલ કરી હતી .અત્રે નોંધનીય છે કે કોરોના સામેની લડાઈ હવે વિધિ શરૂ થઈ ગઈ છે ત્યારે વિજયભાઈ રૂપાણી એ પણ એક સપ્તાહ સુધી "હું પણ કોરોના વોરિયર" કાર્યક્રમ આપ્યો છે. ત્યારે ગઈકાલે સાંજે અને આજે પણ વીડિયો કોન્ફરન્સથી ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અગ્રણી નેતાઓ અને જિલ્લાના પદાધિકારીઓ જનજાગૃતિનું કામ કરે અને લોકો વચ્ચે જઈ આ અભિયાનને આગળ ધપાવવા આપીલ કરી હતી .જેના પગલે આજથી જનપ્રતિનિધિઓ મેદાનમાં ઉતરશે
અત્રે નોંધનીય છે કે વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સ માધ્યમથી કોરોના સંક્રમણ સાથે સીધા યુદ્ધનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્યો સાંસદો અને જિલ્લાના પદાધિકારીઓ તેમના મતક્ષેત્રમાં પૂર્ણ સંક્રમિત કેસો અંકે નાગરિકોને માહિતગાર કરશે આ ઉપરાંત આ વિડીયો કોન્ફરન્સમાં કેટલાક ધારાસભ્યોએ તેમના મતક્ષેત્રમાં ગ્રામ્ય કક્ષાની કામગીરીથી વિજયભાઈ રૂપાણીને માહિતગાર કર્યા હતા .જ્યારે કેટલાક ધારાસભ્યોએ વહીવટીતંત્રને લઈ કેટલીક રજૂઆતો પણ કરી હતી. અને વિજયભાઈ રૂપાણીના આહ્વાનને સફળ બનાવવા તમામ ધારાસભ્યોએ સ્વેચ્છાએ સહમતિ દર્શાવી હતી.અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકારના આ નવતર અભિગમથી જનપ્રતિનિધિઓ આજથી તેમના મત ક્ષેત્રમાં કોરોનાવાયરસ નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવા અને જાહેરમાં નહીં થૂંકવા સહિત સ્વચ્છતા અંગેની તમામ જાણકારી નાગરિકો વચ્ચે જઈને આપશે. જોકે કોરોના વાઈરસની પ્રવર્તમાન સ્થિતિ જોતા મુખ્યમંત્રીના આહવાન ને કેટલા ધારાસભ્યો અને સાંસદો આ કામગીરી કરશે અને વિજય ભાઈ નું આ અભિયાન કેટલુ સફળ બનાવે છે ? તે જોવું રહ્યું.


Loading...
Advertisement