કચ્છના માધાપરમાં અકસ્માતમાં બે યુવાનોના મોત : એકને ઇજા

22 May 2020 04:14 PM
kutch
  • કચ્છના માધાપરમાં અકસ્માતમાં બે યુવાનોના મોત : એકને ઇજા

ટ્રક અને બોલેરો અથડાતા કરૂણાંતિકા

ભૂજ તા.22
કચ્છના નખત્રાણા તાલુકાના મંગવાણા નજીક આવેલા માધાપર પાસે આજેે વહેલી સવારે બોલેરો અને ટ્રક વચ્ચે સર્જાયેલાં ગોઝારા અકસ્માતમાં પવનચક્કીની કંપનીનાં બે પરપ્રાંતીય યુવાન કર્મચારીઓના મોત નીપજ્યાં હતા.
નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ આજે સવારે 6.10 વાગ્યે દેશલપર-મંગવાણા વચ્ચે માધાપર ગામ પાસે વળાંક પર આ અકસ્માત સર્જાયો હતો. ભુજ તરફ જતી બોલેરો જીપ અને નલિયા તરફ જતી ટ્રક સામસામે ટકરાયાં હતા.
જેમાં બોલેરોમાં સવાર રાકેશ મની કેદન (ઉ.વ.24) અને સંતોષકુમાર મની વનન (ઉ.વ.21)નાં ગંભીર ઈજાથી મોત નીપજ્યાં હતા. જ્યારે, રાજેશ નરશી મહેશ્વરી (ઉ.વ.35, રહે. મઉં, માંડવી)ને હાથમાં અસ્થિભંગ સહિતની ઈજા થઈ હતી. મરનાર બંને યુવક તામિલનાડુના વતની હતા અને ગઢશીશા પાસે આવેલી સિમેન્સ ગામેશા નામની રીન્યૂએબલ એનર્જીની મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતા હતા.


Loading...
Advertisement