મજૂર કાનૂનને સસ્પેન્ડ કરવાના ગુજરાત સરકારના વટહુકમને કેન્દ્ર ફગાવશે

22 May 2020 03:52 PM
Gujarat India
  • મજૂર કાનૂનને સસ્પેન્ડ કરવાના ગુજરાત સરકારના વટહુકમને કેન્દ્ર ફગાવશે

આ મજુર માટેના કાનૂન નથી તેનો હકક છે; ગુજરાત અને યુપી સરકારને લપડાક

નવી દિલ્હી: ગુજરાતમાં રાજય સરકારે ચીનથી ખસી રહેલા ઉદ્યોગોને આવકારવા માટે જે રીતે લેબર લોમાં હાયર-ફાયરની નીતિને મંજુરી આપવા માટે હાલના લેબર સૌની મોટાભાગની જોગવાઈ સસ્પેન્ડ કરી છે તે કેન્દ્રના કામદાર મંત્રાલયે નકારી છે અને રાજય સરકારે આ અંગે જે વટહુકમ બહાર પાડયો છે તેને કેન્દ્રએ નકાર્યો છે.

ગુજરાત અને યુપી સરકારે વટહુકમનો માર્ગ અપનાવ્યો છે પર મજુર કાયદાની મહત્વની જોગવાઈને આ રીતે વટહુકમથી સસ્પેન્ડ કરી શકાય નહી તે કેન્દ્રએ જણાવ્યું છે. કેન્દ્રએ જણાવ્યું કે આ ફકત કોઈ કાનૂન નથી. કામદારોનો હકક છે જો આ કાનૂન રદ થાય તો કોને ફાયદો કરાવાઈ રહ્યો છે તે પ્રશ્ર્ન ઉભો થયો છે.

ગુજરાત સરકારે ચાઈનાથી દૂર થઈ રહેલા ઉદ્યોગોને આવકારવા માટે લેબર કાનૂનમાં હાયર એન્ડ ફાયરની નીતિને મંજુરી આપી હતી જેના કારણે કામદારોની નોકરીની સુરક્ષા સામે પ્રશ્ન ઉભો થયો હતો.

રાજય સરકારે ફકત લઘુતમ વેતન અને અકસ્માત વળતર જેવા સામાન્ય જોગવાઈઓને યથાવત રાખી હતી અને મજુરોની અદાલતમાં જવા સહિતની અનેક હકકને પણ છીનવી લેવા તૈયારી કરી હતી જેના કારણે વિરોધ થયો હતો અને ભાજપના સાથી સંગઠન ભારતીય મજદૂર સંઘે પણ તે નકાર્યો હતો. હવે કેન્દ્રની મોદી સરકારે પણ તેનો વિરોધ કર્યો છે અને સુપ્રીમમાં પણ સરકાર આ કાનૂનની સુધારાને વટહુકમથી માન્ય નહી રાખે તે નિશ્ર્ચિત છે.


Loading...
Advertisement