લોન લેનારાને ઈએમઆઈની ચૂકવણીમાં વધુ 3 મહિનાની રાહત

22 May 2020 03:46 PM
India
  • લોન લેનારાને ઈએમઆઈની ચૂકવણીમાં વધુ 3 મહિનાની રાહત

જો કે ગ્રાહકોએ વ્યાજનું વ્યાજ ચૂકવવું પડશે, એથી સરવાળે બોજો વધશે

મુંબઈ તા.22
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે કોરોનાનો ફટકો આવેલા અર્થતંત્રને બેઠા થવામાં મદદ કરવા મુખ્ય વ્યાજદર ઘટાડાની જાહેરાત કરવા સાથે બેંકો, નોનબેંક ફાઈનાન્સીયલ ઈન્સ્ટયુશન્સ (એનબીએફસી), હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓ અને અન્ય સંસ્થાઓની ટર્મ લોન પર હપ્તાની ચૂકવણીમાં ગ્રાહકોને વધારાની ત્રણ મહિનાની રાહત આપી છે.

મધ્યસ્થ બેંકે અગાઉ 27 માર્ચે ત્રણ મહિનાનું મોરેટિયમ જાહેર કર્યું હતું.ગવર્નર શશીકાંતા દાસે જણાવ્યું હતું કે લોકડાઉન લંબાવતા અને કોરાનાના કારણે આર્થિક કામકાજ ખોરવાઈ જતાં મોરેટિયમ 1 જૂનથી 31 ઓગષ્ટ સુધી લંબાવવામાં આવે છે, યાદ રહે કે મોરેટિયમથી ગ્રાહકોને હપ્તા ભરવામાં રાહત મળી છે, પણ વિલંબથી વ્યાજ ચૂકવવાના કારણે સરવાળે ગ્રાહક પર વ્યાજનું ભારણ વધશે. બેંકે નહીં ચૂકવાયેલા ઈએમઆઈને ટર્મ લોન ગણી વ્યાજ વસુલશે.


Loading...
Advertisement