ટ્રેન બાદ ફલાઇટમાં પણ રાજકોટ બાકાત : પોરબંદરથી મુંબઇ-અમદાવાદ 25મીથી વિમાની સેવા શરૂ

22 May 2020 03:43 PM
Porbandar Gujarat Rajkot
  • ટ્રેન બાદ ફલાઇટમાં પણ રાજકોટ બાકાત : પોરબંદરથી મુંબઇ-અમદાવાદ 25મીથી વિમાની સેવા શરૂ

પોરબંદરથી મુંબઇ સ્પાઇસ જેેટ અને પોરબંદરથી અમદાવાદ ટ્રૂ જેટ વિમાની સેવા

રાજકોટ તા.22
કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં ટ્રેન, બસ, હવાઇ સેવા ઠપ્પ થયા બાદ લોકડાઉન-4માં છુટછાટ સાથે ધીમે-ધીમે ટ્રેન-બસ વિમાની સેવા શરૂ થઇ રહી છે. જેમાં આગામી તા.25મીથી સમગ્ર દેશમાં ડોમેસ્ટીક હવાઇ સેવા શરૂ થનાર છે. જેમાં પોરબંદરનો સમાવેશ થયો છે. આગામી તા.25મીથી પોરબંદર-અમદાવાદ અને પોરબંદર-મુંબઇ વચ્ચે વિમાની સેવા શરૂ થનાર છે. તેનો બુકીંગ વિન્ડો પણ ઓપન થયેલ છે. રાજકોટનો હજુ સમાવે થયો નથી.

પોરબંદરથી મુંબઇ અને અમદાવાદના બંને વિમાન સોમથી શનિવાર રેગ્યુલર આવાગામન થનાર છે. ટ્રાવેલ્સ એજન્ટોના જણાવ્યા પ્રમાણે પોરબંદર-મુંબઇ-પોરબંદર અને પોરબંદરથી અમદાવાદ-પોરબંદર બંને વિમાનનો ટીકીટ ભાડાનો દર ઉડાન મુજબ રૂા.2700 થી 3000નો રખાયો છે. હાલ મુંબઇથી પોરબંદર આવવા ધડાધડ બુકીંગ થઇ રહ્યા છે. તો અમદાવાદથી પોરબંદર માટે અગાઉ લોકડાઉનમાં કેન્સલ થયેલી ટીકીટવાળા મુસાફરો પરત ફરવા બુકીંગ કરાવી રહ્યા છે.

પોરબંદર આવવા મુંબઇ અને અમદાવાદથી મુસાફરોના બુકીંગ સારા છે. જયારે પોરબંદરથી મુંબઇ અને અમદાવાદ જવા જુજ બુકીંગ હોવાનું જાણવા મળેલ છે. ટીકીટના દર ઉડાન મુજબ રૂા.2500 થી 3000ના રખાયા છે. જો કે હજુ સીટોમાં કેટલુ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ તે અંગેની હજુ કોઇ ચોક્કસ ગાઇડ લાઇન બહાર આવી નથી. પોરબંદરથી મુંબઇ અને અમદાવાદ જતા 73 સીટોવાળા વિમાનનું આવાગમન થઇ રહ્યું છે.


Loading...
Advertisement