ડીઝીટલ વોલેટનો ઉપયોગ માટે સાવચેત રહો : છેતરપીંડીથી બચો

22 May 2020 03:18 PM
Rajkot Gujarat Saurashtra Technology
  • ડીઝીટલ વોલેટનો ઉપયોગ માટે સાવચેત રહો : છેતરપીંડીથી બચો
  • ડીઝીટલ વોલેટનો ઉપયોગ માટે સાવચેત રહો : છેતરપીંડીથી બચો

લોકડાઉનમાં ગુગલ પે મારફતે અનેક લોકો છેતરાયાની અરજીઓ : પેટીએમમાં કેવાયસીનાં નામે નાણા પડાવવાનાં ફેક કોલથી સાવધાન

રાજકોટ તા.22
ડીઝીટલ વોલેટ પેટીએમ, ગુગલ પે, ભીમ એપ, ફોન પે નો જે લોકો ઉપયોગ કરી રહ્યા છે. તે લોકોએ સાયબર ક્રાઇમનો ભોગ ન બને માટે થોડુ સાવચેત રહેવું જરૂરી છે. સાયબર સેલમાં ઓનલાઇન નાણા ટ્રાન્સફર કરાવી ફ્રોડનાં બનાવોની અરજી થઇ રહી છે.

રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા લોકોને જાગૃત કરતાં અનેક મેસેજ મોકલવામાં આવે છે. છતાં અનેક નાગરિક લાલચને લીધે સાયબરનો ફ્રોડ બને છે. નાગરિકો સાથે છેતરપીંડી ન થાય માટે કેટલાક ઉપાયોગ સાયબર ક્રાઇમ દ્વારા જણાવવામાં આવી રહ્યાં છે.

સાયબર હેકર્સની નવી રીત...
* અજાણ્યા ફોન નંબરથી ગ્રાહક તરીકે વાત કરે તો તેને રૂબરૂ મળવાનો આગ્રહ રાખો
* ગ્રાહકની ખાતરી કર્યા બાદ જ તમારા ઇ-વોલેટની માહિતી આપો
* અજાણ્યા ફોન કોલથી સાવધાન રહો
* ઇ-વોલેટમાં કયુ.આર. કોડ સ્કેન કરતા પહેલા કે લીંક પર કલીક કરતા પહેલા મેસેજ વાંચો કે તે રૂપિયા જમા કરવા માટે છે કે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે.
* એડવાન્સની લાલચમાં ઉતાવળા ના બનો, સમજદાર બનો.

એડવાન્સ પેમેન્ટ માટે અજાણ્યાને વિગતો ન આપો
એક ફર્નિચરના વેપારીને અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને પોતે ફર્નિચર ખરીદવા માંગતા હોવાનું કહી એડવાન્સ પેમેન્ટ કરવા વેપારી પાસેથી તેમની પેટીએમની ડીટેઇલ્સ માંગે છે. થોડીવારમાં વેપારીના પેટીએમમાં એક લીંક આવે છે અને વેપારી એડવાન્સ પેમેન્ટની લાલચમાં લીંક પર કલીક કરે છે અને વેપારીના ખાતામાંથી રૂપિયા જમા થવાને બદલે ટ્રાન્સફર થઇ જાય છે.

પેટ્રોલ પંપના એક કર્મચારીને ફોન આવે છે અને કહે છે કે તમારા પેટ્રોલ પંપ પર મારી ગાડી ડીઝલ પુરાવવા માટે મોકલુ છું. જેનું એડવાન્સ હું તમને પેટીએમ કરૂ છું. તમારા પેટીએમની વિગતો આપો. કર્મચારી દ્વારા પેટીએમની વિગતો આપતા તેના પેટીએમમાં કયુઆર કોડ આવે છે જે સ્કેન કરતાની સાથે જ ખાતામાંથી રૂપિયા જમા થવાને બદલે ટ્રાન્સફર થઇ જાય છે. એક કાર શો રૂમના કર્મચારીને અજાણ્યા નંબરથી ફોન આવે છે અને ખોટી ઓળખ આપી કાર ખરીદવાનું કહી કાર બુકીંગની વાત કરે છે. જેના એડવાન્સ પેટે નાણા ચુકવવા કર્મચારી પાસે પેટીએમની વિગતો માંગે છે. જે વિગતો આપતા કર્મચરીના પેટીએમના ખાતામાંથી રકમ કપાઇ જાય છે.

પેટીએમ, ગુગલ પે, ભીમ એપ, ફોન પે જેવા ડિજીટલ વોલેટનો ઉપયોગ કરતા નીચેની બાબતોનું ખાસ ઘ્યાન રાખો
* પાસવર્ડ રીસેટ કરવા માટે કયારેય લીંક મોકલવી નહી અને કર્મચારી કે કોઇપણ સલાહ મુજબ પાસવર્ડ રાખવો નહી.
* તમારા કાર્ડની વિગતો કોઇપણ સર્વિસ, એપ્લિકેશન કે પોર્ટલ પર સેવ ન રાખો.
* કેવાયસીમાં ગવાતા ફોન કે મેસેજને પ્રતિસાદ આપવો નહી અને તેમાં જણાવેલી લીંક ખોલવી નહી.
* ફોન, મેસેજ કે મેલ દ્વારા ખાનગી નાણાકીય માહિતી માંગવામાં આવે ત્યારે કોઇપણ પરિસ્થિતિમાં માહિતી આપવી નહી.
* જે ડિજીટલ વોલેટનો ઉપયોગ કરતા હોય તો ડીસ્કલેમરને સંપૂર્ણ રીતે જાણવું
* તમારી ખાનગી નાણાકીય માહિતી કે પાસવર્ડ માંગવાનો હક પેટીએમ અન્ય નાણાકીય એપના કર્મચારી કે કોઇને પણ નથી.


Loading...
Advertisement