રાજકોટ સહિત રાજયમાં ચીચોડા ચાલુ કરવા મંજુરી

22 May 2020 02:59 PM
Rajkot Saurashtra Gujarat
  • રાજકોટ સહિત રાજયમાં ચીચોડા ચાલુ કરવા મંજુરી

સૌરાષ્ટ્રના શેરડી ઉત્પાદક ખેડૂતોને મોટી રાહત: ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની સતત રજુઆત બાદ મંજુરી: હવે ખેડૂતોને લોન ભરવામાં પણ ‘મુદત’ મળશે

રાજકોટ: ગુજરાતમાં લોકડાઉનની હળવાશમાં હવે લોકોને શેરડીના રસની પણ મજા લેવાનો રાજય સરકારે છૂટ આપી છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની સતત રજુઆતને ધ્યાનમાં લઈને શેરડી ઉત્પાદક ખેડૂતોના હિતમાં રાજય સરકારે રસના ચિચોડા ચાલુ કરવા માટે મંજુરી આપી છે અને તેનાથી સૌરાષ્ટ્રના શેરડી ઉત્પાદક ખેડૂતોને મોટી રાહત આપી છે.

પટેલે આ અંગે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પાસે કરેલ માંગ અને સૌરાષ્ટ્રના ખેડૂતોને રસ માટેની શેરડીનો વ્યવસાય કરે છે. તેની વ્યથાને ધ્યાનમાં લઈને શેરડીના રસના ચીચોડા ચાલુ કરવાનો નિર્ણય કરેલ છે. તે માટે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ તથા મુખ્યમંત્રીનો આભાર માનું છું.

પટેલ નિવેદનમાં વધુમાં જણાવે છે કે ખેડૂતોને ધિરાણ ભરવા માટે 31 મે પહેલા ભરવાની મુદત કેન્દ્ર તેમજ રાજય સરકારે આપેલ પરંતુ હજુ કોરોનાનો મહાકાળનો સમય ચાલી રહ્યો છે. ખેડૂતોના ઘરમાં ખેત પેદાશનો તૈયાર માલ પડેલ છે. જે સોશ્યલ ડિસ્ટન્સના કારણે ખેડૂતો પોતાનો માલ વેચી શકેલ નથી. જેથી ધિરાણની લીધેલ લોન 31 મેં પહેલા ભરી શકાય તેમ નથી. જેથી સરકાર નિર્ણય કરે કે કાંતો લોનનું નવીનીકરણ કરવામાં આવે અથવા લોન ભરવાનો સમય વધારવામાં આવે જેનો મુખ્યમંત્રીએ સકારાત્મક નિર્ણય કરવાની હૈયાધારણ આપેલ છે અને તેમના કહેવા મુજબ એકથી બે માસનો પીરીયડ લંબાવવામાં આવશે તે રીતની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં શ્રી રૂપાલાએ કરેલ છે જેનો નિર્ણય આવતા ખેડૂતોને રાહત થશે. કોઈ લોનની રકમ ભરવામાં ઉતાવળ ન કરે તેમ નિવેદનના અંતે ગોવિંદ પટેલ જણાવે છે.


Loading...
Advertisement