જામનગરમાં ફુડ શાખાએ 735 કિલો મીઠાઇ-ફરસાણનો જથ્થાનો નાશ કર્યો

22 May 2020 02:49 PM
Jamnagar
  • જામનગરમાં ફુડ શાખાએ 735 કિલો મીઠાઇ-ફરસાણનો જથ્થાનો નાશ કર્યો

આરોગ્યને હાનિકારક મીઠાઇ-ફરસાણનો જથ્થો ઝડપી પાડ્યો

જામનગર તા.22 :
જામનગરમાં નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ મહાનગરપાલિકાના કમિશ્ર્નરની સુચનાથી આરોગ્યની ફુડ શાખાની ટીમ દ્વારા શહેરમાં આવેલી મીઠાઇ-ફરસાણની પેઢીઓ અને ગોડાઉન પર ચેકીંગ હાથ ધરેલ હતું. જેમાં અખાદ્ય મીઠાઇ-ફરસાણનો જથ્થો જોઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતાં અને અખાદ્ય અને આરોગ્યને હાનિકારક 735 કિલો મીઠાઇ અને ફરસાણના જથ્થાનો અધિકારીઓની હાજરીમાં જ નાશ કર્યો હતો.
જામનગર મહાનગરપાલિકાનના કમિશ્ર્નર સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ હાલની પરિસિથતિને ધ્યાને લઇ લોકડાઉન સમયે મીઠાઇ અને ફરસાણની જે પેઢીઓ અને દુકાનો બંધ રહેલ હતી આવી દુકાનો અને ગોડાઉન પર એક અઠવાડીયાથી આરોગ્યની ફુડ શાખાની ટીમ દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં 6 દુકાનો અને એક મેડીકલ સ્ટોર્સ પર ચેકીંગ કરવામાં આવેલ જેમાં દરેડ જીઆઇડીસીમાં આવેલી અંબીકા ડેરી ફાર્મના ઉત્પાદક યુનિટ પર ચેકીંગ કરાતા બરફી-30 કિલો, થાબડી-20, શીખંડ-30 કિલો, ચુરમાના લાડું-20 કિલો અને માવા સેન્ડવીચ-20 કિલો મળી કુલ 150 કિલો જથ્થો મળી આવેલ હતો તેમજ રણજીતસાગર રોડ ઉપર મારુ કંસારા હોલ પાસે સુરેશ સ્વીટ એન્ડ ફરસાણ ઉ5ર ચેકીંગ કરાતા 200 કિલો ફરસાણ અને મીઠાઇ-30 કિલો ઝડપી પાડેલ છે. એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં અંબીકા ડેરી પ્રોડકટસના ઉત્પાદક યુનિટમાં ચેકીંગ કરાતા ચેકીંગ દરમ્યાન બંગાળી મીઠાઇ-20 કિલો ઉપરાંત અન્ય 55 કિલો મીઠાઇ અને 100 કિલો ફરસાણનો જથ્થો પણ પકડી પાડેલ હતો. તે જ રીતે દિગ્વીજય પ્લોટ-58માં સદ્દગુરૂ ડેરી ફાર્મના ગોડાઉનમાં ચેકીંગ કરાતા મીઠાઇનો જથ્થો 50 કિલો અને ફરસાણ 36 કિલો જપ્ત કરેલ છે. રણજીતનગર મેઇન રોડ પર એકતા સ્વીટમાંથી 100 કિલો ફરસાણનો જથ્થો ઝડપી પાડેલ તેમજ 20 દિગ્વીજય પ્લોટ અંબીકા ડેરી એન્ડ સ્વીર્ટ માર્ટમાંથી 50 કિલો ફરસાણ ઝડપી પાડેલ હતું. આમ લોકડાઉન સમયે દુકાનો અને ગોડાઉનમાં સંગ્રહ કરાયેલ મીઠાઇ-ફરસાણનો જથ્થો વણવેચાયેલો હોવાથી આરોગ્યની ફુડ શાખાની ટીમ દ્વારા આ પેઢી અને ગોડાઉનમાંથી વાસી જથ્થો ઝડપી પાડી ફુડ બીઝનેસ ઓપરેટ દ્વારા નાશ કરવામાં આવેલ હતો. આ ઉ5રાંત પેલેસ ગ્રાઉન્ડ સામે સંજીવની મેડીકલ સ્ટોર્સમાં પ્રતિબંધીત ઠંડા-પીણા વેંચતા હોય જેથી આરોગ્યની ટીમે 107 નંગ જેટલા જુદા-જુદા ઠંડા-પીણાના જથ્થાનો નાશ કર્યો હોવાનો ફુડ સેફટી ઓફીસરએ જણાવ્યું હતું.


Loading...
Advertisement