જી.જી.હોસ્પિટલમાં વધુ 210 દર્દીના સેમ્પલ આવ્યા

22 May 2020 02:48 PM
Jamnagar
  • જી.જી.હોસ્પિટલમાં વધુ 210 દર્દીના સેમ્પલ આવ્યા

જામનગર તા.22:
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગઇકાલે આવેલા 21 સેમ્પલોના બાકી રહેલા રિપોર્ટ આજે નેગેટીવ હોવાનું જાહેર કરાયું છે. આજે વધુ 210 સેમ્પલો પરિક્ષણ માટે આવ્યા છે.
કોરોનાના શંકાસ્પદ દર્દીના સેમ્પલનું પરીક્ષણ જી.જી.હોસ્પિટલ ખાતેની લેબોરેટરીમાં થાય છે. ગઇકાલે સાંજે આવેલા 21 સેમ્પલોનો રિપોર્ટ નેગેટીવ આવ્યાનું આજે જાહેર કરાયું હતું. આ ઉપરાંત આજે સવારે જામનગર જિલ્લાના 11, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 74, મોરબી જિલ્લાના 125 સેમ્પલ જી.જી.હોસ્પિટલની લેબોરેટરીમાં આવ્યા છે. જેનો રિપોર્ટ સાંજે જાહેર કરાશે.


Loading...
Advertisement