જામનગરમાં આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ 1 જુનથી ફોર્મ વિતરણ થશે

22 May 2020 02:48 PM
Jamnagar
  • જામનગરમાં આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ 1 જુનથી ફોર્મ વિતરણ થશે

શહેરની 7 કો.ઓ.બેંકો અને 4 ક્રેડીટ સોસાયટીઓનો સમાવેશ

જામનગર તા.22 :
ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ જે લોન આપવાની યોજના જાહેર કરેલ છે જેમાં જામનગર શહેરમાં નાગરિક બેંકો દ્વારા આગામી તારીખ 1-6 થી ફોર્મ મુલત્વી રાખેલ છે. શહેરની 7 સહકારી બેંકો અને 4 ક્રેડીટ કો.ઓપરેટિવ સહકારી મંડળી દ્વારા આ યોજના હેઠળના ફોર્મ વિતરણ કરવામાં આવશે તેમ જિલ્લા રજીસ્ટ્રાર એમ.એસ. લોખંડે જણાવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લોન આપવાની છે તે રાજયની સહકારી બેંકો, ક્રેડિટ સોસાયટીઓએ સ્વભંડોળમાંથી આપવાની છે. આ યોજના અંગે જામનગર જિલ્લા રજીસ્ટ્રાર એમ.એસ.લોખંડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં જે જિલ્લા સહકારી બેંકો આવેલ છે. તેમજ ક્રેડીટ સોસાયટીઓ આવેલ છે તે તમામ આ યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવાની છે. જામનગર શહેરમાં નવાનગર કો.ઓપરેટીવ બેંક, કો.કો.બેંક, જે.પી. બેંક, જામનગર મહિલા સહકારી બેંક આ ઉપરાંત રાજકોટ નાગરીક સહકારી બેંક, જુનાગઢ નાગરીક સહકારી બેંક, વેરાવળ મરચન્ટ કો.ઓ.બેંક આવેલ છે.
આ ઉપરાંત જામનગર શહેર અને જિલ્લામાં રજીસ્ટર થયેલ ક્રેડીટ સોસાયટીઓ અને મંડળીઓ કુલ 91 નોંધાયેલ છે. જેમાંથી 70 ક્રેડીટ સોસાયટીઓ અને કર્મચારી ધીરાણ મંડળીઓ છે. બાકી 21 ક્રેડીટ સોસાયટી અને મંડળીઓ છે. જેમાંથી માત્ર 4 જ ક્રેડીટ સોસાયટીઓ આર્થિક રીતે ધીરાણ આપી શકે તેમ છે. જેમાં રાજ ક્રેડીટ સોસાયટી, ડેવલોપમેન્ટ સોસાયટી, વિકાસ ક્રેડીટ સોસાયટી, સ્વામી વિવેકાનંદ ક્રેડીટ સોસાયટી કાર્યરત છે. આ ચારેય ક્રેડીટ સોસાયટી દ્વારા આગામી સમયમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લોન આપવા અંગે કાર્યવાહી હાથ ધરાશે.
ગુજરાતમાં આવેલી નાગરીક બેંકો અને કો.ઓ.ની બેંકોનું ફેડરેશનના હોદ્દેદારોની મિટીંગ આગામી તા.25 ના રોજ મળશે. આ મિટીંગમાં કેવા પ્રકારના, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં લોન લાભાર્થીઓને આપવી તે અંગેનો પણ નિર્ણય થશે. જેથી લઇને 1 જુન સુધી ફોર્મ વિતરણ મુલત્વી રાખેલ છે. જામનગર શહેરની કો.ઓ.બેંકો અને ચાર ક્રેડીટ સોસાયટીઓ દ્વારા આ સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓને પહોંચાડવામાં આવશે. ત્યારબાદ આ યોજના હેઠળ ફોર્મનું વિતરણ હાથ ધરાશે.


Loading...
Advertisement