મોરબી જિલ્લામાં વધુ 126 લોકોના સેમ્પલનું પરીક્ષણ

22 May 2020 02:16 PM
Morbi
  • મોરબી જિલ્લામાં વધુ 126 લોકોના સેમ્પલનું પરીક્ષણ

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા.22
મોરબી જીલ્લામાંથી વધુમાં વધુ લોકોના કોરોના માટેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તમામના રીપોર્ટ નેગેટીવ આવી રહ્યા છે તેવામાં ગઈકાલના દિવસમાં મોરબી જીલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી કુલ મળીને 126 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને રીપોર્ટ માટે મોકલાવવામાં આવ્યા છે.
મોરબી જીલ્લાના આરોગ્ય અધિકારી પાસેથી મળેલી માહિતી પ્રમણે ગઈકાલે મોરબીમાંથી એક 65 વર્ષના વૃદ્ધને કોરોનાના લક્ષણ દેખાયા હોવાથી તેને રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે અને તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે તે ઉપરાંત મોરબી જિલ્લામાં ગઈકાલે કુલ મળીને 126 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અત્રે ઉલેખનીય છે કે, બુધવારે લેવામાં આવેલ તમામ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને અત્યાર સુધીમાં માસ સેમ્પલિંગ દરમ્યાન લેવાયેયા તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ જ આવી રહ્યો હોવાથી તંત્રને રાહત છે.


Loading...
Advertisement