મોરબી-ટંકારા-રાજકોટ તથા ટંકારા પંથકના ગામડાઓની એસટી બસ શરૂ કરવા માંગ

22 May 2020 02:15 PM
Morbi
  • મોરબી-ટંકારા-રાજકોટ તથા ટંકારા પંથકના ગામડાઓની એસટી બસ શરૂ કરવા માંગ

ટંકારા તા.22
ટંકારા તાલુકો મોરબી જિલ્લામાં આવે છે પરંતુ ટંકારા તાલુકાના પ્રજાનો આર્થિક સામાજિક વ્યવહાર તેમજ હોસ્પિટલનો સારવાર માટે રાજકોટ સાથે જ વ્યવહાર થી જોડાયેલ છે. કોરોનાવાયરસ ની મહામારી પહેલા મોરબી - ટંકારા -રાજકોટ વચ્ચે સવાસોથી વધુ લોકલ, ઇન્ટરસિટી, એક્સપ્રેસ બસો દોડતી હતી અને દરેક બસોમાં ટંકારાના મુસાફરો રહેતા હતા.
ટંકારા થી મોરબી, રાજકોટ જતા મુસાફરોને એક પણ બસમાં બેસવાની જગ્યા મળતી નહતી અને ઓછા 100 જેટલા મુસાફરો બસ માં રહેતા હતા .
એસટી બસોમાં સૌરાષ્ટ્રનો સૌથી વધુ ટ્રાફિક મોરબી -રાજકોટ વચ્ચે હોય છે વાંકાનેર એસ. ટી. ડીપો,વાંકાનેર -મોરબી- રાજકોટ રુટ ઉપર બસો ચલાવી દરરોજ બેથી ત્રણ લાખ રૂપિયાની આવક રળતો હતો. મોરબી રાજકોટ વચ્ચે તાત્કાલિક એસટી બસો શરૂ કરવાની જરૂર છે તેમ જ રીતે ટંકારા તાલુકાના ગામડાના રુટોમાં મોરબી થી મોરબી રોહીશાળા ,મોરબી બંગાવડી, મોરબી નેકનામ મોરબી ગજડી વિગેરે બસો ની એક ટ્રી પ ચાલુ કરવાની માગણી ઉઠી છે. ગામડાઓમાં શહેરમાં જવા માટે કોઈ પણ ખાનગી વાહન મળતા નથી તેઓને ટંકારા ચાલીને અથવા તો જાનના જોખમે બીજા વાહનોમાં મુસાફરી કરી ટંકારા આવવું પડે છે . ગામડાની બસો તાત્કાલિક ચાલુ કરવાની જરૂરિયાત છે.


Loading...
Advertisement