મોરબીમાં પાન-બીડીની એજન્સીઓ પોલીસે બંધ કરાવવી પડી

22 May 2020 02:14 PM
Morbi
  • મોરબીમાં પાન-બીડીની એજન્સીઓ પોલીસે બંધ કરાવવી પડી
  • મોરબીમાં પાન-બીડીની એજન્સીઓ પોલીસે બંધ કરાવવી પડી

નગર દરવાજા-પરાબજાર સહિતના વિસ્તારોમાં ટોળે ટોળા : અડધો કિ.મી.ની લાઇન : મોટા વેપારીઓની નીતિ રીતિ સામે નારાજગી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.22
મોરબી શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ સોપારીના હોલસેલ વેપારીની દુકાને ગઈકાલે સવારે દુકાન ખોલવામાં આવતાની સાથે જ મોટી સંખ્યામાં બંધાણીઓ અને નાના વેપારીઓ ઉમટી પડ્યા હતા જેથી લાંબી લાઇન થઇ ગઇ હતી.
દુકાન ખોલતાની સાથે લોકોએ સોપારીનો જથ્થો લેવા માટે થઈને દુકાને પડાપડી કરી હતી માટે તાત્કાલિક પોલીસે આ દુકાને બંધ કરાવી અને સ્થળ ઉપરથી લોકોને વેરવિખેર કરવા પડ્યા હતા.
શહેર અને જિલ્લામાંપાન મસાલાના હોલસેલ અને છૂટક વેપારીઓ અને તેઓની દુકાન ખોલવા માટે થઈને કલેક્ટર દ્વારા છેલ્લે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા છૂટ આપી દેવામાં આવેલ છે જોકે દરેક વેપારીઓએ તેઓની દુકાને સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય અને દરેક ગ્રાહક મોઢા ઉપર માસ્ક લગાવીને આવે તેવું કહેવામાં આવેલ છે પરંતુ છેલ્લા બે દિવસોથી શહેરના કોઇપણ વિસ્તારમાં હોલસેલ કે છૂટક પાનના વેપારીઓની દુકાનો ખુલે એટલે લોકોના ટોળા એકત્રીત થઈ જાય છે. આવા સમયે ગઈકાલે નગર દરવાજા પર બજાર સહિતના વિસ્તારોની અંદર માલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી તો શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ સોપારીના હોલસેલ વેપારીની દુકાન આજ સવારે ખુલતાની સાથે જ સોપારીનો જથ્થો લેવા માટે નાના વેપારીઓ તેમજ બંધાણીઓએ અડધા કિલોમીટર સુધીની લાઇન લગાવી હતી.
ત્યાર બાદ લોકોએ પડાપડી શરૂ કરતાં પોલીસે મામલો બિચકે તે પહેલાં જ આ દુકાને બંધ કરાવી દીધી હતી અને સ્થળ ઉપર સોપારી લેવા માટે આવેલા લોકોને ઘરે પાછા કાઢવા પડયા હતાઅત્રે ઉલ્લેખનીય છે કે જો બંધાણીઓ અને નાના વેપારીઓ દ્વારા આવી જ રીતે પાન મસાલાની હોલસેલ તેમજ રીટેઈલ દુકાનો ઉપર સોશ્યલ ડિસ્ટનસિંગનો છેદ ઉડાડવામાં આવશે તો આગામી દિવસોમાં નાછૂટકે જિલ્લા કલેકટર દ્વારા પાન મસાલાના વેચાણ ઉપર મોરબી જિલ્લાની અંદર પ્રતિબંધ મૂકવો પડે તો નવાઈ નથી.
જથ્થાબંધની નીતિ
મોરબી જીલ્લામાં પાન બીડીના વેપારીઓને દુકાનો ખોલવા માટેની મંજુરી આપવામાં અવી છે જો કે કલાકો સુધી લોકો પાન બીડી લેવા માટે લાઈનમાં ઉભા રહે છે તો પણ હોલસેલરો દુકાનો ખોલવા માટે આવતા નથી જેથી કરીને પરસેવો પાડીને ના છુટલે લોકોને ખાલી હાથે તેના ઘરે પાછા જવું પડે છે ત્યારે હોલસેલરોની નીતિરીતી સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છેમોરબીના દરેક વિસ્તારમાં દૂધ વાલાની દુકાને જેટલી લાઈન નથી હોતી તેટલી લાઈનો હાલમાં પાન બીડીના વેપારીઓની દુકાન પાસે હોય છે અને વહેલી સવારથી લોકો તેના બંધાણની વસ્તુઓ લેવા માટે દુકાનોની બહાર ગોઠવાઈ જાય છે તેવી જ રીતે નાના વેપારીઓ પણ તેના ગલ્લા ચાલુ કરવા માટે પાન બીડીના હોલસેલરની દુકાને લાઈનમાં ગોઠવાઈ જાય છે જો કે, વેપારીઓ છેલ્લી ઘડીએ તેની દુકાન ખોલતા નથી જેથી નાના વેપારીઓ અને બાંધણીઓને કલાકો સુધી લાઈનમાં બેસવા છતાં પણ માલ મળતો નથી માટે જે હોલસેલરો તેની દુકાનોને ખોલવાના ન હોય તેમને તેની દુકાનની બહારના ભાગમાં રાતે જ દુકાન બંધ રહેશે તેવા પાટિયા લગાવી દેવા જોઈએ તેવી લાગણી નાના વેપારીઓએ વ્યક્ત કરી છે.


Loading...
Advertisement