કપાસ ખરીદીમાં ભ્રષ્ટાચાર : મોરબીના પૂર્વ ધારાસભ્યની ઓડિયો કલીપની તપાસ કરો

22 May 2020 02:13 PM
Morbi
  • કપાસ ખરીદીમાં ભ્રષ્ટાચાર : મોરબીના પૂર્વ ધારાસભ્યની ઓડિયો કલીપની તપાસ કરો

મુખ્યમંત્રી પાસે તપાસની માંગણી કરતું હ્યુમન રાઇટસ એસો.

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.22
મોરબી જીલ્લામાં સી.સી.આઈ. દ્વારા કરવામાં આવી રહેલ કપાસની ખરદીમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગ કરવામાં આવી છે. હાલમાં ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવા, માળીયા (મી.) તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ ભાવેશ ભીમજીભાઈ સાવરીયા, મોરબી જિલ્લા સરપંચ એસો.ના પ્રમુખ કૂલદીપસિંહ કે.જાડેજા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવાની માંગ કરવામાં આવી છે
હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતોના કપાસની ખરીદી અમુક લિમિટેડ કેન્દ્રો પર ચાલુ કરવામાં આવેલ છે. જેમાં ફક્ત અ ગ્રેડ નો જ કપાસ ખરીદવામાં આવે છે. અને બી અને સી ગ્રેડ નો કપાસ ખેડૂતો એ ફરજિયાત વેપારીઓને જ વેચવો પડે છે અને થોડા દિવસો પહેલા જ મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવે છે. કે, સીસીઆઈની ખરીદીમાં તેનો સ્ટાફ ભ્રષ્ટાચાર કરે છે અને તેની પાકી જાણકારી માજી ધારાસભ્ય પાસે છે તેવું પણ તે બોલ્યા છે ત્યારે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ઉપરોક્ત તમામ આગેવાનો માજી ધારાસભ્યની સાથે જે તેવી તેમને ખાતરી આપી છે અને આ કથિત ભ્રષ્ટાચારની જે વાત ઓડિયો ક્લિપમાં કરવામાં આવે છે. તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને કસૂરવાર કર્મચારી/અધિકારી અને વેપારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને કરવામાં આવી છે સાથોસાથ ખેડૂતોને થતો અન્યાય દૂર કરવામાં આવે અને દરેક સેન્ટરમાં સાચી રીતે ન્યાયિક ધોરણે કપાસની પૂરતી ખરીદી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.


Loading...
Advertisement