કચ્છમાં પાંચ દિવસમાં 47 કોરોના પોઝીટીવ : તમામની મુંબઇ ટ્રાવેલ હિસ્ટ્રી

22 May 2020 02:12 PM
kutch
  • કચ્છમાં પાંચ દિવસમાં 47 કોરોના પોઝીટીવ : તમામની મુંબઇ ટ્રાવેલ હિસ્ટ્રી

ગઇકાલે વધુ 4 પોઝીટીવ કેસ : 1559 સરકારી કવોરેન્ટાઇન હેઠળ : બે લાખથી વધુ વ્યકિતઓનું સ્ક્રિનીંગ : 46 દર્દી આઇસોલેટેડ

ભૂજ તા.22
રેડઝોન તરફ આગળ વધતા સરહદી કચ્છમાં સતત પાંચ દિવસથી કોરોનાના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે.ગત 17 મેનાં રોજ 14 કેસ, 18 મેનાં રોજ 3 કેસ, 19 મેનાં રોજ 21 કેસ, 20 મેના રોજ 5 કેસ અને આજે 21 મેનાં રોજ 4 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગના પોઝીટીવ કેસ કંટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર થયેલા મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રીવાળાના છે. પાંચ દિવસમાં જ કચ્છમાં કુલ 47 પોઝીટીવ નોંધાયા છે. કોરોનાના સંક્રમણની પેટર્ન જોતાં આ વધારો ચિંતાજનક છે. બીજી તરફ, મોટાભાગના દર્દીઓ ક્વોરન્ટાઈન હેઠળ હોઈ તેમના સંપર્કથી વ્યાપક સંક્રમણનો ભય ઓછો હોવાનું તંત્ર આશા દર્શાવે છે. કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં કુલ 4014 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 209246 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.
જે પૈકી કુલ 1910 જેટલા શંકાસ્પદ કેસના સેમ્પલ લેવાયા હતા. અત્યારસુધી કુલ 1724 વ્યકિતઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલમાં 49 એક્ટિવ પોઝીટીવ કેસ છે. 80 શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. કુલ 49 જેટલા સેમ્પલ રીજેક્ટ કરવામાં આવ્યા છે, તેવું જિલ્લા વહીવટી તંત્રએ માહિતી આપી છે.
46 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, 1559 લોકો ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇનમાં છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 304 જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં કુલ 182 શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અત્યારસુધી 135ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 46 દર્દી હાલ દાખલ થયેલા છે. જિલ્લામાં કુલ 2531 ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 1759 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જે પૈકી 200 વ્યક્તિને ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હાલ 1559 વ્યક્તિઓ ક્વોરન્ટાઇનમાં છે.
કોરોનાની મહામારી વચ્ચે કચ્છ બહારથી આવેલાં કુલ 16104 લોકોને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યાં છે. બહારથી આવેલા શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના ક્વોરન્ટાઇન પિરિયડમાં રાખવાની કામગીરી કરવામાં આવે છે. છેલ્લાં 24 કલાક દરમિયાન 1559 જેટલા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ 16104માંથી 14545 વ્યક્તિઓને ઘરમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ 24731 વ્યક્તિઓને હોમ કવોરોન્ટાઇન કરાયાં હતા. જેમાંથી 10186 વ્યક્તિઓએ 14 દિવસનો ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ કર્યો છે.
દરમ્યાન, કોવીડ-19ના આજે કચ્છમાં વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયાં છે અને આ તમામ કેસ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના બે ગામનાં છે. જેમાં એક કિશોરીનો સમાવેશ થાય છે.
જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચાર દર્દીઓમાં ચોપડવાના 46 વર્ષિય કાનજી રણછોડભાઈ દુબરીયા, આધોઈના 44 વર્ષિય દેવજી હરજી વાવિયા, આધોઈના 34 વર્ષિય હરેશ રવજી બગડા અને ઘરાણાની એક 15 વર્ષની આહીર કિશોરીનો સમાવેશ થાય છે. મોટાભાગનાની મુંબઈની ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, પાછલાં દસેક દિવસ દરમિયાન ભચાઉ તાલુકામાં જ સૌથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે.


Loading...
Advertisement