મૂળી ક્ષત્રિય સમાજનું ગૌરવ : લગ્નના બીજા જ દિવસે ફરજ પર હાજર યુવતી

22 May 2020 02:08 PM
Surendaranagar
  • મૂળી ક્ષત્રિય સમાજનું ગૌરવ : લગ્નના બીજા જ દિવસે ફરજ પર હાજર યુવતી
  • મૂળી ક્ષત્રિય સમાજનું ગૌરવ : લગ્નના બીજા જ દિવસે ફરજ પર હાજર યુવતી

રજા રાખવાને બદલે પોતાના લગ્નના બીજા જ દિવસે કોરોના વોરિયર્સ તરીકે ફરજ અદા કરવા નોકરીમાં હાજરી

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.22
મૂળીના ક્ષત્રિય સમાજની પોલીસકર્મી યુવતિએ લગ્નના બીજા દિવસે ફરજપર હાજર થઇ કોરોના વોરીયર્સની ફરજ અદા કરી વાકાનેર તાલુકા પોલીસ મથકે એલ આર ડી મહિલા કર્મીએ મહેદી સુકાઇ પણ નથી છતા
ફરજને પ્રાધાન્ય આપ્યુ હતું.
મૂળી ખાતે વાસાણીપા વિસ્તારમા રહેતા હસુભા કેશુભા પરમારની પુત્રી પુજાબા જેઓ વાકાનેર તાલુકા પોલીસ મથકે એલ આર ડી મહિલા પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે તેમનુ વેવિશાળ પંચાસર ગામે કરેલ હતુ લોકડાઉન દરમ્યાન તા.13મે ના રોજ બાર જેટલા પરિવારના સભ્યો વચ્ચે ટંકારા ખાતે આર્યસમાજ મા તેમના લગ્ન લેવાયા હતા ક્ષત્રિય ધર્મના સંસ્કારો ધરાવતા પુજાબાએ લગ્ન બાદ તેમને રજા મળતી હોવા છતા હાલ કોરોના વાયરસના કહેર સામે સમગ્ર દેશ મકકમતા થી લડી રહયો છે ત્યારે અંગતજીવન માટે રજા ન રાખી સ્વૈછિક રીતે પોતાને મળતી રજા રદ કરી મહેદી પણ સુકાઇ નથી છતા પોતાની ફરજને પ્રાધાન્ય આપી લગ્નના બીજા દિવસે કોરોના સામેનો જંગ જીતવા પોતાના અરમાનોનો ત્યાગ કરી કોરોના વોરીયર્સની ભુમિકા અદા કરતા સમગ્ર ક્ષત્રિય સમાજનુ ગૌરવ વધારી ક્ષત્રિય ધર્મ નિભાવ્યો હતો.


Loading...
Advertisement