ધ્રાંગધ્રામાં જુગારના આરોપીને પોલીસે મારમાર્યાની રાવ

22 May 2020 02:06 PM
Surendaranagar
  • ધ્રાંગધ્રામાં જુગારના આરોપીને પોલીસે મારમાર્યાની રાવ
  • ધ્રાંગધ્રામાં જુગારના આરોપીને પોલીસે મારમાર્યાની રાવ

બંને પગના ઉપરના ભાગે બેફામ માર મારતા આરોપીને સુરેન્દ્રનગર સારવારમાં ખસેડાયો : પોલીસવડા પગલા ભરે તેવી પરિવારની માંગ

વઢવાણ તા.22
ધાગધ્રા માં જુગાર ની રેડ બાદ આરોપી ને પોલીસે ઢોર માર મારતા આરોપી ને તાત્કાલિક સુરેન્દ્રનગર ની ટીબી હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યો હતો. રાત્રી દરમિયાન દાજ રાખી ધાગધ્રા પોલીસે માર માર્યા હોવા નો પરિવાર જનો નો આક્ષેપ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા અનેક સમયથી પોલીસની કામગીરી પર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે તેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા પોલીસ ઉપર છેલ્લા 15 દિવસમાં કામગીરીમાં અનેક પ્રકારના સવાલો લોકોમાં ઉભા થયા છે ત્યારે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા સબજેલમાંથી પાંચ આરોપી ફરાર બની જવા પામ્યા હતા ત્યારે આ બાબતે પોલીસની કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઊભા થયા હતા..
બીજી બાજુ ગઈકાલે અન્ય બનાવ સામે આવ્યો છે ધાંગધ્રા વિસ્તારના મોચીવાડ વિસ્તારમાં ધાંગધ્રા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં જુગાર રમતા બે આરોપીઓ પોલીસે ઝડપી લીધા હતા ત્યારે આમાંનો એક આરોપી શાહરૂખ ભાઈ મોવર નામના 25 વર્ષના આરોપીને પોલીસે જુગારની રેડમાં ઝડપી લઈને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો.. ત્યારે આરોપી ને પોલીસે ઢોર માર મારતા શાહરૂખ ભાઈ મોવર નામના 25 વર્ષના યુવાનને તાત્કાલિક સારવાર અર્થે પરિવારજનો દ્વારા ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે શાહરૂખ ભાઈ ને ખાસ કરીને પાછળના ભાગે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના કારણે ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં થી સુરેન્દ્રનગર જિલ્લાની ટીબી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા..
હાલમાં પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આરોપી ને પોલીસે રાગદ્વેષ રાખી ને માર માર્યો છે અને ખાસ કરીને શાહરૂખ ભાઈ ને પાછળના ભાગે બોથડ પદાર્થથી પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે ત્યારે હાલમાં શાહરૂખ ભાઈ ની તબિયત સારી હોવાના કારણે ટીબી હોસ્પિટલ ખાતેથી પણ રજા આપવામાં આવી છે અને ટીબી હોસ્પિટલના સર્જનને અમદાવાદ હોસ્પિટલ ખાતે દેખાડવા પરિવારજનોને સલાહ આપી છે.. ત્યારે પોલીસે આરોપીને આવી રીતે ઢોર માર મારતા જિલ્લામાં એક પ્રકાર ચર્ચાનો વિષય સર્જાયો છે અને પરિવારજનો દ્વારા પણ તે પોલીસે શારૂખ ભાઈ ને માર મારવામાં આવ્યો છે તે પોલીસ ઉપર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા એક્શન લેવામાં આવે તેવી પણ પરિવારજનો હાલ માંગ કરી રહ્યા છે.


Loading...
Advertisement