સુરેન્દ્રનગર જિલ્લામાં 27મી સુધી ચાલશે હું પણ કોરોના વોરીયર્સનું અભિયાન

22 May 2020 02:05 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં 27મી સુધી ચાલશે હું પણ કોરોના વોરીયર્સનું અભિયાન

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.22
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા "હું પણ કોરોના વોરીયર્સ" અભિયાન અન્વયે રાજયના પ્રત્યેક જિલ્લાઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કાર્યક્રમના માધ્યમથી સંતો-મહંતો તેમજ સમાજના શ્રેષ્ઠીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણ સમયે હિંમત ન હારી આપણે સૌ ગુજરાતીઓએ એક યોધ્ધાની ભૂમિકા નિભાવવાની છે. આવા સમયે નવી આદતો અને જીવનશૈલી અપનાવી કાર્ય કરવું પડશે, શકય હોય ત્યાં સુધી બાળકો-વડીલોએ ઘરની બહાર ન નીકળવું તેમજ આપણે પણ માસ્ક અને યોગ્ય અંતર રાખીને કાર્ય કરીએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે જરૂરત સમયે હોસ્પિટલમાં વધારાની સવલતો તેમજ દવાઓ ઉપલબ્ધ કરાવેલ છે તેમજ ગરીબો - મધ્યમવર્ગ - શ્રમિકો - ખેડુતો અને જીવદયાના ક્ષેત્રમાં ત્વરીત નિર્ણયો કરી કામગીરી કરેલ છે. આ લડાઈમાં સમાજના સંતો - મહંતો - શ્રેષ્ઠીઓ સામાજિક - રાજકીય આગેવાનો અને સેવાભાવીઓનો પણ ખુબ સારો સહયોગ મળેલ છે. ત્યારે આપણે સૌએ કોરોના યોધ્ધા તરીકે કાર્ય કરી બીજા લોકોને પણ આ સેવાના કાર્યમાં જોડવા સંકલપબધ્ધ બનવું પડશે.
મુખ્યમંત્રીએ હું પણ કોરોના વોરીયર્સ કેમ્પેઈનની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કેમ્પેઈન અંતર્ગત તા.22 મે -202ના રોજ સેલ્ફી વીથ દાદા-દાદી, તા.24 મે-2020ના રોજ સેલ્ફી વીથ માસ્ક અને 26 મે-2020ના રોજ જિલ્લાના તમામ લોકો આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને ઉપરોકત તમામ પ્રવૃત્તિના ફોટોગ્રાફસ પોતાના ફેસબુક, ટવીટર, ઈન્ટાગ્રામ, વોટસએપ વગેરે એકાઉન્ટસના માધ્યમથી શેર કરી કોરોના વોરીયર્સ કેમ્પેઈનનો હિસ્સો બને.
આ વિડિયો કોન્ફરન્સમાં સંતો અને સમાજ અગ્રણીઓ પાસેથી મુખ્યમંત્રીએ આર્શીવચનો અને મંતવ્યો પણ મેળવ્યા હતા. આ પ્રસંગે હર્ષદભાઈ શાહ અને જિલ્લા સંયોજક ભવાનસિંહ ટાંક, શાહબુદીનભાઈ રાઠોડ, લીંબડી મંદિરના મહંતશ્રી પુજય લાલદાસ બાપુ, મુળી સ્વામીનારાયણ મંદિરના મહંતશ્રી શ્યામ સુંદરદાસજી, ચોટીલા ચામુંડા મંદિરના મહંત મનસુખગીરી ગોસાઈ, સરા મેલડી માતાના ભુવા બિપીનભાઈ, અલ્કુબાપુ થાન, સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયા સહિત અગ્રણી સર્વ રશ્મીનભાઈ મહેતા, ભૂપેન્દ્રભાઇ સંઘવી, મનોજભાઈ વોરા, મહાવીરભાઈ ખાચર, સુરેશભાઈ સોમપુરા, મયુરભાઈ શાહ, રસીકભાઈ પટેલ, સુખદેવપુરી ગોસ્વામી ઉપસ્થિત રહયા હતા.
આ સમગ્ર કાર્યક્રમના સંકલનમાં જિલ્લા સંયોજક સાથે હર્ષદભાઈ ગાંધી અને હરેશભાઈ જાદવ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.


Loading...
Advertisement