સાવરકુંડલાના હાડીડા ગામે વૃઘ્ધાનો આપઘાત

22 May 2020 12:55 PM
Amreli
  • સાવરકુંડલાના હાડીડા ગામે વૃઘ્ધાનો આપઘાત

હનુમાન ખીજડીયા ગામે જુના મનદુ:ખ પ્રશ્ર્ને મારામારી

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.22
હાડીડા ગામે બીમારીનાં કારણે કંટાળી ગયેલા વૃઘ્ધાએ ઝેરી દવા પીતા મોત નિપજયું હતું.
સાવરકુંડલા તાલુકાનાં હાડીડા ગામે રહેતા ચંપાબેન ગોરધનભાઈ ઘોડાદરા નામનાં 63 વર્ષીય વૃઘ્ધાને હૃદય અને ડાયાબીટીશની બીમારી હોયઅને તે બીમારીની દવાઓ પી તેઓ કંટાળી જતાં ગત તા. 19/પનાં રોજ હાડીડા ગામની વાડીએ વૃઘ્ધાએ જંતુનાશક દવા પી લેતા તેમનું મોત થયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં વૃઘ્ધાનાં પતિ ગોરધનભાઈ કલ્યાણભાઈ ઘોડાદરાએ જાહેર કરતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
હથિવારો વડે હૂમલો
વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા હસમુખભાઈ આલાભાઈ સોલંકી નામના 44 વર્ષીય આધેડને અગાઉના મનદુ:ખના કારણે તે જ ગામે રહેતા રમેશભાઈ ગોબરભાઈ, કલ્પેશભાઈ રમેશભાઈ, રવિભાઈ રમેશભાઈ તથા ભેંસાણ તાલુકાના ખંભાળીયાગામે રહેતા કૌશિકભાઈ હિંમતભાઈ વિગેરેએ બુધવારે દાતરડા તથા કુહાડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાતા પી.એસ.આઈ. એમ.બી. રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.
તરૂણીનું અપહરણ
લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામે રહેતી એક તરૂણીને ગત તા.ર9/રના રોજ ઉતર પ્રદેશના ખંડવા ગામે રહેતો શીવક્રિપાલ શ્રીકાંત પ્રજાપતિ નામનો શખ્સ લલચાવી, ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાતા સી.પી.આઈ. જે.કે. મકવાણાએ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


Loading...
Advertisement