‘માયાનગરી’ના કારણે ‘તીર્થનગરી’ને કોરોનાનું ગ્રહણ

22 May 2020 12:54 PM
Veraval
  • ‘માયાનગરી’ના કારણે ‘તીર્થનગરી’ને કોરોનાનું ગ્રહણ

મુંબઇથી તાલાલા, કોડીનાર, ઉના તાલુકામાં આવેલા ત્રણ વ્યકિત પોઝીટીવ નીકળ્યા : ગીર સોમનાથ જિલ્લામાં 12 દિવસથી રોજ નવા કેસ

વેરાવળ તા.22
ગીર સોમનાથ જીલ્લાતમાં લોકડાઉન 3 દરમ્યારન રાજય સરકારે લોકોને વતનમાં આવવાની આપેલ છુટના કારણે કેસોમાં જબ્બલરો ઉછાળો થઇ રહયો છે. છેલ્લો બાર દિવસથી જીલ્લાામાં દરરોજ કોરોનાના પોઝીટીવ કેસો આવવાનો સીલ સીલો શરૂ થયો હોય જે ખમવાનું નામ લેતો નથી.
દરમ્યાવન ગઇ કાલે જીલ્લાયના તાલાલા, કોડીનાર અને ઉના તાલુકાના ગ્રામ્યં વિસ્તા રોમાંથી વઘુ ત્રણ વ્ય કિતઓ કોરોના પોઝીટીવ આવેલા છે.
પ્રાપ્ત વિગત મુજબ જીલ્લારના તાલાલા તાલુકાના ઘુસીયા ગામે ત્રણ દિવસ પૂર્વે તા.18 ના રોજ મુંબઇ થી દિપેન કરશન જોરા ઉં.વ.19 આવેલ હતો. કોડીનારના વેલણ ગામે છ દિવસ પૂર્વે તા.1પ ના રોજ મુંબઇ થી ચંદ્રકાંત રતિલાલ જેઠવા ઉ.વ.33 આવેલ હતા જયારે ઉનાના કાલાપણ ગામે આઠ દિવસ પૂર્વે તા.13 ના રોજ મુંબઇ થી આવેલ દેવજીભાઇ જેઠાભાઇ રાઠોડ આવેલ હતા. આ ત્રણેય વ્ય્કિતઓ તેમના ગામોના કવોરેન્ટાથઇન કેન્દ્રો માં હતા. જયાં તેઓમાં લક્ષણો દેખાયા બાદ ગઇ કાલે નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલાયા હતા. આજે આ ત્રણેય વ્યંકિતઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ હતા. આ તમામની ટ્રાવેલ હીસ્ટ્રી મુંબઇ થી અત્રે આવ્યા્ હોવાની બહાર આવી છે.
ગીર-સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ પોઝીટીવ કેસો 37 નોંધાયેલ છે જેમાં 1ર વ્યકિત સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવતા હાલ રપ કેસો એકટીવ છે. જીલ્લામાં અત્યાર સુધીના તમામ કેસોની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત, અમદાવાદ અને મુંબઇ-મહારાષ્ટ્રેની હોવાનું બહાર આવેલ છે.


Loading...
Advertisement