જસદણમાં પોલીસ ફરિયાદનો ખાર રાખી શખ્સે વેપારીના લમણે રિવોલ્વર તાકી ધમકી આપી

22 May 2020 12:52 PM
Jasdan
  • જસદણમાં પોલીસ ફરિયાદનો ખાર રાખી શખ્સે વેપારીના લમણે રિવોલ્વર તાકી ધમકી આપી

સામસામી ફરિયાદ : સામાપક્ષે યુવાનને ઊંધી પિસ્તોલ મારતા સારવારમાં ખસેડાયો

રાજકોટ,તા. 22
જસદણમાં મેઇન બજાર જયદેવ સ્ટ્રીટ પાસે પોલીસ ફરિયાદનો ખાર રાખી વેપારી યુવાનની એક શખ્સે રિવોલ્વર આંચકીને લમણે તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે પણ યુવાનને ઊંધી રિવોલ્વરથી માર મારતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસ મથકનાં સ્ટાફે વધુ તપાસ આદરી છે.
જસદણનાં જીલેશ્ર્વર પાર્કમાં રહેતા અને વેપાર કરતા પંકજભાઈ દેવશંકરભાઈ ચાંવ (રાજગોર) (ઉ.47) નામના વેપારીએ ભાવેશ ઉર્ફે ડકો નવલશંકરભાઈ તેરૈયા સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. પંકજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે બેંકનું કામપુરું કરી ઘરે જતો હતો ત્યારે સામેથી આવી રહેલા ભાવેશ તેરૈયા ઉર્ફે ડકો આવેલ અને મારા બાઈકનું હેન્ડલ પકડી મને રોકી કાઠલો પકડી તારા ભાઈ વિજયભાઈએ મારી સામે પોલીસમાં ફરિયાદ કરેલ છે તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો અને મારી પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર આંચકીને લઇ લીધી અને હમણે તાકીને મને કહેલ કે આજે તને જીવતો જવા નહીં દવ અને ઝપાઝપી કરી હતી. જ્યારે સામા પક્ષે જયદેવ સ્ટ્રીટમાં વાહન લે-વેંચનો ધંધો કરતો ભાવેશ નવલશંકર તેરૈયા (ઉ.40)એ પંકજ દેવશંકર ચાંવ સામે ફરિયાદ નોંધી તી. પંકજભાઈને ઉભા રાખી પોલીસ ફરિયાદનું સમાધાન કરવાનું કહેતા ત્યારે પંકજે તેની પાસે રહેલી રિવોલ્વર કાઢી રિવોલ્વર ફૂટતા આટલીવાર લાગશે મારી નાખતા તેવું કહેતા બીક લાગતા પંકજભાઈને ધક્કો મારતાં રિવોલ્વર નીચે પડી ગઇ હતી અને પંકજભાઈ રિવોલ્વર લઇ માર મારતા ઇજા થતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી.આ બનાવ અંગે જસદણ પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.


Loading...
Advertisement