જૂનાગઢમાં સગીરા પર એસીડ ફેંકનાર આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાયો

22 May 2020 12:48 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢમાં સગીરા પર એસીડ ફેંકનાર આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાયો

બહેનપણી સાથે ફ્રેન્ડશીપ નહી રાખવા બાબતે સગીરા પર એસીડ ફેંકી ધમકી દીધાની કબુલાત

જૂનાગઢ તા.22
જૂનાગઢ શહેરના મધુરમ ટીંબાવાડી વિસ્તાર મા રહેતી સગીરા ના ઘરે સાંજના સુમારે એક યુવક મોટર સાયકલ લઇને આવી, સગીરા સાથે ઝપાઝપી કરી, છેડતી કરી, જાપટ મારી, સગીરા ઉપર એસિડ ફેકી મારી નાખવાની ધમકી આપી આપ્યાના ગુનામાં પોલીસે આરોપી પકડી પાડેલ છે. જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.વી. આંબલીયા તથા સ્ટાફના પોલીસ ટીમ દ્વારા આરોપીના મોટર સાયકલ નંબર તથા મોબાઈલ નંબર આધારે ટેકનિકલ સોર્સથી માહિતી મેળવતા, આ ગુન્હામાં આરોપી સમીર દિલીપભાઈ વાછાણી પટેલ ઉવ. 24 રહે. જનકપુરી સોસાયટી, ઝાંઝરડા રોડ, જૂનાગઢ વાળો સંડોવાયેલ હોવાની માહિતી મળતા, તાત્કાલિક ઉપરોક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા, આરોપી સમીર દિલીપભાઈ વાછાણી પટેલ ઉવ. 24 રહે. જનકપુરી સોસાયટી, ઝાંઝરડા રોડ, જૂનાગઢને ઝાંઝરડા રોડ વિસ્તારમાંથી જ પકડી પાડવામાં આવેલ હતો. પકડાયેલ આરોપીના કબ્જામાંથી ગુન્હામાં વાપરેલ મોબાઈલ ફોન તથા મોટર સાયકલ મળી કુલ કિંમત રૂ. 21000 નો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપી સમીર દિલીપભાઈ વાછાણી પટેલ ઉવ. 24 રહે. જનકપુરી સોસાયટી, ઝાંઝરડા રોડ, જૂનાગઢની સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.વી. આંબલીયા તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા,પકડાયેલ આરોપી સમીર વાછાણી સગીરાની બહેનપણી સાથે ફ્રેન્ડશીપ હોઈ, સગીરાએ પોતાની બહેનપણીને આરોપી સાથે ફ્રેન્ડશીપ નહીં રાખવાનું કહેતા, આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને આ કૃત્ય આચર્યું હોવાની અને એસિડ ફેંકીને મારી નાખવાની ધમકી આપેલાની કબૂલાત કરી હતી. પોલીસ દ્વારા આરોપીને રાઉન્ડ અપ કરી, પ્રથમ કોરોના ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી, આવતીકાલે રિપોર્ટ આવ્યા બાદ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસસૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.


Loading...
Advertisement