જાફરાબાદમાં બોટ એસો. પ્રમુખના રહેણાંક મકાન પર ટોળાનો હુમલો; વાહનોમાં તોડફોડ : પોલીસનો લાઠીચાર્જ

22 May 2020 12:42 PM
Amreli
  • જાફરાબાદમાં બોટ એસો. પ્રમુખના રહેણાંક મકાન પર ટોળાનો હુમલો; વાહનોમાં તોડફોડ : પોલીસનો લાઠીચાર્જ
  • જાફરાબાદમાં બોટ એસો. પ્રમુખના રહેણાંક મકાન પર ટોળાનો હુમલો; વાહનોમાં તોડફોડ : પોલીસનો લાઠીચાર્જ

ફીશીંગ બાબતે યોજાયેલી મીટીંગ પ્રશ્ર્ને મામલો ગરમાતા ટોળા ઉમટ્યા : પોલીસ દોડી; તોડફોડ નુકશાન સાથે લૂંટનો ગુનો દાખલ

(મિલાપ રૂપારેલ), અમરેલી,તા. 22
જાફરાબાદ ગામે ફીશીંગ કામ બાબતે બોલાવેલ મીટીંગનાં કારણે નારાજ થયેલાં 500 જેટલા ટોળાએ ઉશ્કેરાઈ જઇ બોટ એસોસિએશનના પ્રમુખનાં રહેણાંક મકાન પર ધસી જઇ મોટર સાયકલ, વાહનોમાં તોડફોડ કરી રુા. 5000ની લૂંટ ચલાવતા અને આ મામલાને કાબૂમાં માટે થઇ પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામો આવ્યો હતો. આ બનાવ અંગે જાફરાબાદ મરીન પોલીસે 500 જેટલા માણસોનાં ટોળા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં ગત તા. 20-5નાં રોજ શુકરભાઈ હરજીભાઈ ઉર્ફે પોપટવાળાની આગેવાનીમાં અન્ય ખલાસીઓ સાથે ફીશરીંગ કામ બાબતે મીટીંગ કરવામાં આવેલ હતી. જેમાં રાજેશભાઈ છનાભાઈ બારૈયા બોટ એસોસિએશનના પ્રમુખ હોય જેથી તેમને અન્ય આગેવાનોએ નારણભાઈ વલ્લભભાઈ કલ્યાણભાઈની ઓફીસે મીટીંગ શા કારણે રાખી તે પૂછવા માટે બોલાવેલ ત્યારે શુકરભાઈ હરજીભાઈએ અન્ય લોકોને ચડામણી કરી નારણભાઈ કલ્યાણભાઈની ઓફીસે તોડફોડ કરી મારામારી કરાવેલ હતી જેથી તોફાને ચડેલ લોકોને સમજાવા લાઠીચાર્જ કર્યો હતો.
તે વાતનું મનદુ:ખ રાખી આશરે 500 જેટલાં સ્ત્રી-પુરુષોનાં ટોળાએ બોટ એસોસિેશનના પ્રમુખ રાજેશભાઈના ઘરે ઘરવખરીનો સામાન, કબાટ તથા એસીનું આઉટડોર તથા વાહનોમાં તોડફોડ કરી અંદાજે 30 હજારનું નુકસાન કરી તથા 5 હજારની લૂંટ ચલાવીબોટ એસોસિએસનનાં પ્રમુખનાં પરિવારને ગાળો આપી હોય જેથી રાજેશભાઈની માતા મંગુબેન છનાભાઈ બારૈયાએ 31 જેટલા શખ્સો સહિત 500 જેટલા સ્ત્રી-પુરુષોનાં ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


Loading...
Advertisement