જસદણ-રાજકોટ-ગોંડલ એસટી શરૂ

22 May 2020 12:41 PM
Jasdan
  • જસદણ-રાજકોટ-ગોંડલ એસટી શરૂ

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.22
અંદાજે 55 દિવસ ના એસ.ટી.ના લોકડાઉન બાદ જસદણ થી રાજકોટ અને ગોંડલ જવા માટે એસટી બસ સેવા શરૂ થતા મધ્યમ અને ગરીબ વર્ગમાં આનંદની લાગણી ફેલાઇ છે.
જસદણ એસટી ડેપોના મેનેજર ભાવનાબેન ગોસ્વામીના જણાવ્યા મુજબ જસદણ થી રાજકોટ જવા માટે સવારે 8, 9, 10,10-40,11-40, બપોરે 12, 1, 2-40 અને સાંજે છેલ્લી 5 કલાકે એમ કુલ નવ વખત બસ શરૂ કરી છે. જ્યારે રાજકોટ થી જસદણ પરત આવવા માટે રાજકોટથી સવારે 8-30, 9-35, 10-35, 11-50, બપોરે 12-30, 1-30, 1-50, 2-50, અને સાંજે છેલ્લી 4-15 ની બસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગોંડલ જવા માટે પણ સવારે આઠથી તે બપોરે ત્રણ દરમિયાન જુદી-જુદી આઠ બસ જવા માટે તેમજ આઠ બસ આવવા માટે શરૂ કરવામાં આવી છે. જ્યારે વિછીયા થી દિવસ દરમિયાન ચાર વખત રાજકોટ જવા માટે અને ચાર વખત રાજકોટ થી વિછીયા પરત આવવા માટે પણ બસ શરૂ કરવામાં આવી છે અને વીંછીયા થી ગોંડલ જવા માટે બે બસ જવાની અને બે આવવાની શરુ કરવામાં આવી છે. જસદણ ડેપો માં આવતા દરેક મુસાફરોનું થર્મલ ગન દ્વારા ચેકઅપ કરી પછી ડેપોમાં પ્રવેશ આપવામાં આવે છે. મુસાફરો બસ માં પ્રવેશ કરે તે પહેલાં તેને સેનીટાઈઝર આપવામાં આવે છે. દરેક બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ત્રીસ મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવે છે.


Loading...
Advertisement