ઉનાના વરસીંગપુરની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ઝબ્બે

22 May 2020 12:40 PM
Veraval
  • ઉનાના વરસીંગપુરની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ઝબ્બે

ઊના તા.22
ઊનાના વરસીંગપુર ગામની સીમ વાડી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી સાત જુગારીને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે 2 શખ્સો નાશી છુટ્યા હતા આ અંગે પોલીસે 9 શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવતા વધુ આગળની પુછપરછ કરી બે શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રમેશ પુના વાધેલા, રહે. રોહીસા, જાફરાબાદ, છગન ભગવાન સોલંકી રહે.ઊના, રમણ ડાયા મકવાણા રહે. કેસરીયા, હર્ષદ જેન્તી સોલંકી રહે. ખાણ, જયેશ દિનેશ સોરઠીયા તેમજ ભાવેશ સાર્દુલ ચૈહાણ રહે. ઊના વિદ્યાનગર વાળો સહીતના 9 શખ્સો વરસીંગપુર ગામની સીમ વાડી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા હોવાની બાતમી કે જે પીઠીયા, નિલેશભાઇ, ભીખુશા, ધર્મેન્દ્રસિંહ, મેહુલસિંહ સહીતનો સ્ટાફ પોહચી ગયેલ. અને સ્થળ પરથી રોકડ રકમ કિં.રૂ. 47,890 નો મુદામાલ સાથે સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિજય દેગણ તથા વિપુલ કાળુ રહે. ખાણ આ બન્ને શખ્સો પોલીસને જોતાજ નાશી છુટ્યા હતા. આ અંગે પોલીસે 9 શખ્સો વિરૂધ પોલીસ ફરીયાદ નોધાવી વધુ બે શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરેલ છે.


Loading...
Advertisement