જૂનાગઢમાં વધુ એક ટ્રાફિક બ્રિગેડ જવાન પર છરીથી હૂમલો : ગંભીર ઇજા

22 May 2020 12:39 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢમાં વધુ એક ટ્રાફિક બ્રિગેડ જવાન પર છરીથી હૂમલો : ગંભીર ઇજા

15 દિવસ પહેલા થયેલા ઝગડાનું મનદુ:ખ રાખી ફરી માર માર્યો

જૂનાગઢ તા.22
જુનાગઢ ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતા યુવાનને તું પોલીસનો બાતમીદાર છે એવું કહી માર મારેલ જેની ફરિયાદ પણ બ્રિગેડના જવાન દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી જેમાં ગતરાત્રીના આરોપી ઇસમે તે મારી સામે ફરિયાદ શું કામ કરી ? હવે તારું જ કાસળ કાઢી નાખું એટલે મારે કોર્ટના ધક્કા નહીં એવું કહી છરી વળે હુમલો કરતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બનાવની સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જુનાગઢ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા સુલતાન અમીરભાઇ રવન્ના પોતાની ફરજ પરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ધારાગઢ દરવાજા પાસે આવેલ માત્રી રોડ પર શબ્બીર ઉર્ફે ફુગ્ગો સલીમભાઇ એ તેને રસ્તામાં આતરી આશરે પંદરેક દિવસ પહેલા થયેલ માથાકૂટ તેમજ તેની ફરિયાદ નું મનદુખ રાખી કહેલ કે તે મારી સામે ફરીયાદ કરી છે હવે તને મારી નાખવો છે માટે મારે ફરીથી કોર્ટના ધક્કા ખાવા નહી આવું કહી સુલતાન પર છરી વડે હુમલો કરતા સુલતાન ના પેટના ભાગે છરી મારવા પ્રયત્ન કરતા સુલતાને છરીના ઘાથી બચવા પગ ઉચો કરતા પગના ભાગે છરી ના ગંભીર ઘા લાગી ગયેલ ઘાયલ સુલતાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે પહોંચાડતાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલા શબ્બીર ઉર્ફે ફુગ્ગા સામે પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી બનાવની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પી.એસ.આઇ વી આર ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહેલ છે.


Loading...
Advertisement