બાબરા જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા ઓપરેટરો ત્રણ માસથી પગાર વિહોણા

22 May 2020 12:36 PM
Amreli
  • બાબરા જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા ઓપરેટરો ત્રણ માસથી પગાર વિહોણા

કલેકટરનો આદેશ છતાં એજન્સીએ પગાર ન ચુકવતા રોષ

(દિપક કનૈયા) બાબરા તા.22
બાબરા મામલતદાર કચેરીમાં જન સેવાકેન્દ્રમાં વિવિધ કામગીરીમાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટર છેલ્લા ત્રણ માસથી પગાર વિહોણા રહેતા ઓપરેટરોમા ભારે રોશની લાગણીઓ જોવા મળી રહી છે નિયમિત ફરજ બજાવી લોકો અને ખેડૂતોના કામ કરી આપતા કોમ્યુટર ઓપરેટર હાલ ભારે મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે સ્થાનિક મામલતદાર અને જિલ્લા કલેક્ટર દ્વારા એજેન્સીઓ ને કડક સૂચના આપી તાકીદે પગારની ચુકવણી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
બાબરા મામલતદાર કચેરીનું રદય એટલે જનસેવા કેન્દ્ર અહીં ખેડૂતોને જરૂર પડતા સાત બાર આઠ ના ઉતારા તેમજ જાતિના દાખલાઓ ક્રિમિલયર ના દાખલા તેમજ રેશનકાર્ડ સહિતની ની કામગીરીઓ અહીં બેઠા કોમ્યુટર ઓપરેટર કરતા હોય છે સવારના દસ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી સતત પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે પણ અહીં તેમના કામની કદર થતી નો હોવાનું રોષ સાથે ઓપરેટર દ્વારા જણાવ્યું હતું કારણ કે આઉટ સોર્સના આધારે એજેન્સી દ્વારા પગારની ચુકવણી આ કોમ્યુટર ઓપરેટર ને કરવામાં આવે છે પણ અહીં છેલ્લા ત્રણ માસથી આ કર્મચારીઓને પગાર નહિ મળતા ભારે આર્થિક તંગી અનુભવી રહ્યા છે.
હાલ લોકડાઉનની સ્થિતિ હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરેકને પોતાના કર્મચારીઓનો પગાર નહિ અટકાવવાનો કડક આદેશ હોવા છતાં આવી પેઘીગયેલ એજેન્સી દ્વારા નિયમો અને આદેશનું પાલન કરવામાં આવતું નથી વળી જિલ્લા કલેક્ટર દ્વારા પણ એજેન્સીને નિયમિત પગાર ચૂકવવા નું જણાવ્યું છે તેમ છતાં આજદિન સુધી કર્મચારીઓને પગાર નહિ મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બાબરા મામલતદાર અને જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ બાબરા જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કોમ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં આવી છે.


Loading...
Advertisement