કોડીનાર : અવધ નમકીનના ગોડાઉનમાં આગ

22 May 2020 12:33 PM
Veraval
  • કોડીનાર : અવધ નમકીનના ગોડાઉનમાં આગ

અંદાજે 1 લાખથી વધુનો ખાદ્ય પેકેટનો જથ્થો બળીને ખાખ

કોડીનાર,તા. 22
કોડીનારનાં પણોદર રોડ પર આવેલ અવધ નમકીનનાં તાલુકાના ડિલરના ગોડાઉનમાં રાત્રિનાં સમયે આગ લાગી હતી. સવારે 4 વાગ્યે આસપાસ બાજુની વાડીના માલીકના ધ્યાને આવતાં તેઓએ ગોડાઉનના માલિક સલીમભાઈ અબ્દુલભાઈ દેવાણીને ટેલિફોનિક જાણ કરતાં સલીમભાઈએ 100 નંબરમાં ફોન કરતાં વહેલી સવારે કોડીનાર નગરપાલિકાનું ફાયર ફાયટર ગઠનાસ્તળે પહોંચ્યું હતું. પણ આગ એટલી ભીષણ હતી કે જેને કાબૂમાં લેવામાં 4 કલાક જેટલો સમય થયો તો. આ અંગે પ્રાથમિક વિગત મુજબ ગોડાઉનમાં અંદાજે 1 લાખ ઉપરનો ખાદ્ય ફૂડના પેકેટોનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. તેમજ ગોડાઉન આસપાસ કેરોસીન જેવી જ્વલનશીલ વસ્તુના કેનો પણ જોવા મળ્યા હતાં.
જેથી આ આગ કોઇ વિકૃત મનોવૃતિવાળા એ જ લગાડી હોવાનું પ્રાથમિક તારણ છે. કારણ કે ગોડાઉનમાં ઇલેકટ્રીક સપ્લાય છે જ નહીં તેવું માલિકે જણાવ્યું હતું. અને હાલ કોડીનાર પોલીસ આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે.


Loading...
Advertisement