રિશી કપૂર વિશે વાંધાજનક કમેન્ટ કરવા બદલ કમાલ ખાન સામે કરવામાં આવી પોલીસ ફરિયાદ

22 May 2020 12:11 PM
Entertainment India
  • રિશી કપૂર વિશે વાંધાજનક કમેન્ટ કરવા બદલ કમાલ ખાન સામે કરવામાં આવી પોલીસ ફરિયાદ

મુંબઇ : કમાલ આર. ખાને તાજેતરમાં જ રિશી કપૂર અને ઇરફાન સંદર્ભે વાંધાજનક કમેન્ટ કરી હોવાથી તેના વિરુધ્ધ બાંદરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે. રિશી કપૂરનાં નિધનનાં સમાચાર સાંભળતાં જ જ્યાં એક તરફ લોકો શોક સંદેશ પાઠવી રહ્યા છે ત્યાં બીજી તરફ કમાલ આર. ખાને ટવીટ કર્યું હતું કે એક્ટર ન મરી શકે, કારણ હવે વાઈન શોપ જલદી જ શરુ થવાની છે.

ઇરફાનના અવસાનના એક દિવસ પહેલાં કમાલ ખાને તેના વિશે પણ કટાક્ષ કર્યો હતો. આ મામલાની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ ટિપ્પણીઓની નોંધ યુવા સેનાની કોર કમિટીના સદસ્ય રાહુલ કનલે લીધી અને તેની વિરુધ્ધ ફરિયાદ કરી હતી.

એ વિશે વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે કમાલ આર. ખાન વિરુધ્ધ એફઆઈઆર નોંધીને ધારા 294 લગાવવામાં આવી છે જેણે બન્ને એક્ટર્સ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી.


Loading...
Advertisement