રણવીર શૌરીની કાર જપ્ત કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી

22 May 2020 12:07 PM
Entertainment India
  • રણવીર શૌરીની કાર જપ્ત કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી

મુંબઈ :
રણવીર શૌરીએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ પોલીસે તેની કાર જપ્ત કરી એની વિરુધ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે. પૂરા પ્રકરણ પર પ્રકાશ પાડતાં રણવીરે કહ્યું હતું કે પાંચ દિવસ પહેલાં મારા પિતાનાં ઘરે ઘરકામમાં મદદ માટે રહેતા વિનોદને પોતાના ઘેર જવું હતું. તેની વાઈફની ડિલીવરી થવાની હતી. તેને હોસ્પિટલમાંથી ડિસ્ચર્જ કર્યા બાદ વિનોદને અમારા ઘરે આવવાનું હતું એથી મેં કાર મોકલી હતી, કારણ કે તેની પાસે કોઇ વાહન નહોતું. તે જ્યારે ઘરી આવી રહ્યો હતો ત્યારે મારી ગાડીને ઘેરવામાં આવી હતી એને પાછી મેળવવા માટે હું પોલીસ સ્ટેશન ગયો હતો. તે તમામ પેપર અને ડોક્યુમેન્ટ્સ દેખાડ્યા હતા કે તેની વાઇફની ડીલીવરી થઇ છે.

વિનોદ જ્યારે પાછો અમારા ઘરે આવી રહ્યો હતો ત્યારે વિજય કુમાર કદમ જે ઓફીસ ઇનચાર્જ હતો તેણે પૂછ્યું કે ડિલીવરી વખતે વિનોદને ત્યાં રહેવાની શી જરુર હતી ? તો ડોક્ટર અને મધરની વચ્ચેનીબાબત છે. મેં તેમને જણાવ્યું હતું કે પિતાને તો પેપરવર્ક માટે ડિસ્ચાર્જ વખતે તો હાજર રહેવું પડે. તેણે મને પૂછ્યું કે કેવી રીતે તમને જાણ થઇ કે બાળકને ઇમર્જન્સી હતી ? મને ખરેખર સમજાતું નહોતું કે આ લોકો સાથે હુ શું વાત કરું.

મને એમ કહેવામાં આવ્યું હતું કે ઓફીસ ઇનચાર્જ મારી વિરુધ્ધમાં એફઆઈઆર દાખલ કરશે. અને મારી કાર પણ જપ્ત કરી લેશે. મારા પિતાને કેન્સર છે અને તેઓ ઘરે એકલા હતા. આખો દિવસ પસાર થઇ ગયો અને ખબર નથી કે આગળ શું થવાનું છે ? મે માત્ર વિનોદને લાવવા માટે મારી કાર મોકલી હતી કારણ કે તેની પાસે મીરા રોડથી ઘરે આવવા માટે કોઇ સાધન નહોતું.હું ક્યાં ખોટો છું ? સત્તા અને દારુના નશામાં ધૂત લોકો મને કેમ આવી રીતે હેરાન કરે છે ? હું એ જાણવા માટે આતુર છું મેં ક્યા કાયદાનો ભંગ કર્યો છે.


Loading...
Advertisement