ઇરોઝ નાઉની સિરીઝ મેટ્રો પાર્ક લઇને આવ્યું ક્વોરન્ટીન એડિશન

22 May 2020 12:00 PM
Entertainment
  • ઇરોઝ નાઉની સિરીઝ મેટ્રો પાર્ક લઇને આવ્યું ક્વોરન્ટીન એડિશન

નવી એડિશનમાં 3 થી 5 મિનિટના પાંચ એપિસોડ હશે જેમાં માસ્ક, સેનીટાઇઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સ જેવી બાબતો રમૂજી રીતે રજૂ થશે

અમદાવાદ : ઇરોઝ નાઉની ઓરિજિનલ સિરીઝ મેટ્રો પાર્કની ખાસ ક્વોરન્ટીન એડિશન આવતીકાલે રિલીઝ થવાની છે. આ કોમેડી સિરીઝમાં અમેરિકાના મેટ્રો પાર્કમાં રહેતી ગુજ્જુ ફેમીલીની વાત છે જે વિદેશમાં રહીને પણ પોતાના રિવાજો અને ધોરણેને વળગી રહે છે. ઇ-પૂજા જેવો ક્ધસેપ્ટ પણ અપનાવે છે.

મેટ્રો પાર્કમાં રણવીર શૌરી, પૂરબી જોશી, પિતોબશ ત્રિપાઠી, ઓમી વૈદ્ય, વેગા તમોટિયા સહિતનાં કલાકારો છે. આ કલાકારોએ લોકડાઉનને લીધે ઘરે રહીને જ સોશ્યલ એપિસોડ શૂટ કર્યાં છે અને એનું ટ્રેઇલર પણ બહુ ફની છે.

કોરોનાને લીધે અહીં માસ્ક, સેનિટાઈઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સ જેવી બાબતો રમૂજી રીતે રજૂ થશે. આ નવી એડિશનમાં 3 થી 5 મીનીટનાં પાંચ એપિસોડ હશે. અભિનેતા ઓમી વૈદ્યએ કહ્યું હતું કે લોકડાઉનમાં લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે ત્યારે મેટ્રો પાર્કની ક્વોરન્ટીન એડિશન તેમને રિલીફ ઉપરાંત જિંદગીની કોમેડી બાજુ જાણવાનો મોકો અપાશે.


Loading...
Advertisement