25મેથી શરૂ થતી હવાઈ સેવામાં મનફાવે તેવા ભાડા નહિં વસુલાય

22 May 2020 11:54 AM
India Travel
  • 25મેથી શરૂ થતી હવાઈ સેવામાં મનફાવે તેવા ભાડા નહિં વસુલાય

કોરોના કાળમાં સરકારે પ્રથમ વખત કાનુની સતાનો ઉપયોગ કર્યો: સરકારે રૂટ-ઉડ્ડયન કલાકોને આવરી લઈ સાત વર્ગમાં ભાડાને વહેંચી દીધા: 40 ટકા બેઠકો લઘુતમ અને મહતમ ભાડાનાં મીડ-પોઈન્ટ પર જ વેંચવી ફરજીયાત

નવી દિલ્હી તા.22
દેશમાં લોકડાઉનની સ્થિતિ વધુને વધુ હળવી બનાવવાની સાથે તા.25 મેથી હવાઈ સેવાનો પ્રારંભ કરાવી લેવાને લીલીઝંડી આપી છે અને હવે તેમાં વિમાની કંપનીઓ ઉંચા ભાડા વસુલી શકે નહિં તે હેતુથી સરકારે એક આગોતરા તૈયારી રૂપે તમામ હવાઈ રૂટને સાત વિભાગમાં વહેંચી દઈને તેમાં પ્રવાસના સમય મુજબ ઓછામાં ઓછુ રૂા.200 અને વધુમાં વધુ રૂા.18600 નું દિલ્હી ભાડુ નિશ્ર્ચિત કરી દેતાં હવે મુસાફરો લુંટાશે નહિ તે નિશ્ર્ચિત કરી દીધુ છે.

વિમાની ઉડ્ડયન મંત્રાલયે આ રીતે પ્રથમ વખત વિમાની કંપનીઓની ઉઘાડી લૂંટમાં બ્રેક મારી સરકારે જાહેર કર્યું છે કે જે લઘુતમ અને મહતમ ભાડા નિશ્ર્ચિત કરાયા છ તેમાં વિમાની ક્ષમતાની 40 ટકા ટીકીટ પર બન્ને ભાગ વચ્ચેની રકમનાં ભાડામાં થઈ શકે. હવે કોઈ ફલાઈટમાં તમામ બુકીંગ મહ્તમ ભાડામાં થઈ શકશે નહી. હાલની સ્થિતિમાં જે વિમાની મથકો પર દરેક સપ્તાહની 100 કે તેથી વધુ ફલાઈટ જતી હોય તેવા મેટ્રો-નોન મેટ્રો એરપોર્ટ પર કુલ ફલાઈટનાં ત્રીજા ભાગની ફલાઈટને મંજુરી આપવામાં આવી છે.ગુજરાતમાં આ રીતે ફકત અમદાવાદથી જ વિમાની સેવા હાલ ચાલુ થશે અને દેશભરમાં કનેકટીવીટી મળી રહે તે રીતે ફલાઈટ માટે મંજુરી અપાઈ છે.

જે પોઈન્ટ સીસ્ટમ છે તેમાં 40 ટકા બેઠકો,મીડ પોઈન્ટ પર બુક કરવાની વ્યવસ્થા છે તે મુજબ દ્રષ્ટ્રાંત રૂપે ‘એ’ રૂટમાં લઘુતમ ભાડુ રૂા.5000 અને મહતમ ભાડુ રૂા.15000 છે.અને રૂા.5000+રૂા.10000ની વચ્ચેના રૂા.10000 ના ભાડા પર 40 ટકા ટીકીટો વેચાશે. આમ એરલાઈનને યોગ્ય વળતર મળી રહેશે અને મુસાફરને બિનજરૂરી રીતે વધુ નાણા ચુકકવા પડશે નહિં.

વિમાની ભાડા લઘુતમ અને મહતમ
*સેકશન-એ: ઓછામાં ઓછુ ભાડુ રૂા.2000, વધુમાં વધુ રૂા.6000
*સેકશન-બી: ઓછામાં ઓછું ભાડુ રૂા.2500, વધુમાં વધુ રૂા.7500
*સેકશન-સી: ઓછામાં ઓછું ભાડુ રૂા.3000, વધુમાં વધુ રૂા.9000
*સેકશન-ડી: ઓછામાં ઓછું ભાડુ રૂા.3500, વધુમાં વધુ રૂા.10000
*સેકશન-ઈ: ઓછામાં ઓછુ રૂા.4500, વધુમાં વધુ રૂા.13000
*સેકશન-એફ: ઓછામાં ઓછું 5500, વધુમાં વધુ રૂા.15700
*સેકશન-જી: ઓછામાં ઓછું રૂા.6500, વધુમાં વધુ રૂા.18600
*અમદાવાદથી મુખ્યત્વે ચંદીગઢ-દિલ્હી-ગોવા-દહેરાદૂન-હૈદરાબાદ-કોચી-લખનઉ-વારાણસી તથા વળતી મુસાફરી સેકશન-સીમાં આવે છે.
*અમદાવાદથી ઈન્દોર વિમાની મુસાફરી સેકશન-બીમાં આવે છે.
*અમદાવાદથી બેંગ્લોર, ભુવનેશ્ર્વર, કોલકતા, પટણા અને વળતી મુસાફરી સેકશન-ડીમાં આવે છે. રાયપુરનો પણ તેમાં સમાવેશ થાય છે.
*અમદાવાદથી ચેન્નઈ, કોચીથી અમદાવાદ, કોલકતાથી અમદાવાદ અને શ્રીનગરથી અમદાવાદ સેકશન-ઈમાં આવે છે.Loading...
Advertisement