જુનાગઢ જિલ્લામાં 30મી જુલાઈએ ગુજકેટની પરિક્ષા: શિક્ષણ તંત્ર સજજ

22 May 2020 11:19 AM
Junagadh Saurashtra
  • જુનાગઢ જિલ્લામાં 30મી જુલાઈએ ગુજકેટની પરિક્ષા: શિક્ષણ તંત્ર સજજ

જુનાગઢ તા.22
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડીગ્રી એન્જીનીયરીંગ ડીગ્રી ડીપ્લોમાં ફાર્મસીના અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ 2020ની પરીક્ષા લેવામાં આવે છે.
પરીક્ષા આપવા માટે ગ્રુપ-એમાં 49,888 ગ્રુપ-બીમાં 75519 અને ગ્રુપ-એબીમાંથી 374 સહિત કુલ 25781 છાત્રો જોડાયા હતા. ગુજકેટ પરીક્ષા તા.31-3-2020ના રોજ લેવાની હતી. પરંતુ કોરોનાના લોકડાના કારણે આ પરીક્ષા મોકુફ રહી હતી. જેની નવી તારીખ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
30મી જુલાઈ 2020ના ગુજકેટની પરીક્ષામાં 4413 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમમાંથી 3,897, અંગ્રેજી માધ્યમમાંથી 516 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ કાર્યવાહી આરંભી દેવામાં આવ્યાનું જીલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.


Loading...
Advertisement