પોરબંદર જિલ્લામાં પાકી કેરીનું વેચાણ શરૂ

22 May 2020 11:18 AM
Porbandar
  • પોરબંદર જિલ્લામાં પાકી કેરીનું વેચાણ શરૂ

(બી.બી.ઠક્કર) રાણાવાવ તા.22
પોરબંદર જિલ્લા મા હનુમાનગઢ .ખંભાળા. અને આદિત્યાણા વિસ્તાર માં કેરી નું ઉત્પાદન થયું છે. પોરબંદર જિલ્લા કેસર કેરી નું આગમન થયું છે. ત્યારે કેરી રસ્યા માં ખુશી ની લાગણી જોવા મળી છે. પરંતુ ખેડૂત નું કેવું છે કે લોકડોઉન ના કારણે લોકો ની આવક ઓરછી છે અને કેરી વેચાણ પણ બહુ નથી.ત્યારે બરડાડુંગર ના હનુમાનગઢ.તરસાઈ.ખંભાળા. આદિત્યાણા. વિસ્તારો માં કેસર કરી ના બગીચાઓ આવેલા છે. જેમાં કેરી નું મબલક ઉત્પાદન થયેલું છે. લોકડોઉન ચાર માં થોડી રાહત મળતા લોકો કેરી ને ખરીદી કરશે.
ગીરની કેરી કરતા બરડાડુંગર ની કેરી વધુ રસદાર હોઈ છે.અને ભાવ પણ પૂરતો મળે છે બજાર માં માગ પણ એટલી જ જોવા મળે છે. કાળી માટી ના કારણે કેસર કેરી નું ઉત્પાદન ગીર કરતા સારું હોઈ છે. ફળ પણ મોટું હોય છે. અને વાતાવરણ અનુકૂળ સારું રહે.છે.
કોરોના ની સ્થિતિ ને લાઇ ને વેચાણ માં 50% નો ફેરફાર છે. અત્યારે લોકો બહાર નથી નીકળતા એટલે વેચાણ ખૂબ ઓરછું છે. અને કેરી મોડી આવવાને કારણે વેચાણ ના 40 થી 50 જેટલા દિવસો વેચવા માટે મળશે .
બરડાપંથક ની કેરી પોરબંદર.જામનગર ખંભાળિયા.ઉપલેટા. લોકો કેરી ના બોક્સ લેવા માટે આવે છે. જ્યારે રાજકોટ. મોરબી.અમદાવાદ . મોટા સીટી માં અમે કેરી અહીંથી સપ્લાય થાય છે.
લોકડોઉન ના હોઈ તો કેરી ઇંગ્લેન્ડ જેવા દેશ માં પણ સપ્લાય થાય છે. આ વખતે કોરોના વાઇરસ ની મહામારી હોવાથી વિદેશ સપ્લાય થઈ શકશે નહીં.
આ વખતે કેરી નો પાક સારો છે. પણ થોડો પાક મોડો તૈયાર થયો છે. બરડા ની કેરી એટલે વધુ સારી છે.કે. માલ તૈયાર થાય એ પેલા કેરી ઉતારી લ્યે છે. ડર ના કારણે કે ચોમાસુ વેલું આવશે તો.અને બીજું એ કે આપણે કેરી નું અમે જતાં કેરિયે છીએ.મોટા ભાગના ખેડૂત દેશી ખાતર નો ઉપયોગ કરે છે. એટલે પાક સારો થાય છે.


Loading...
Advertisement