સાવરકુંડલામાં ઝુંપડામાંથી ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી જઇને નરાધમ શખ્સે દુષ્કર્મ ગુજાર્યું

22 May 2020 10:58 AM
Amreli Crime Gujarat
  • સાવરકુંડલામાં ઝુંપડામાંથી ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી જઇને નરાધમ શખ્સે દુષ્કર્મ ગુજાર્યું

બાળકીને લોહીલુહાણ હાલતમાં મોટા ઝીંઝુડા ગામે ફેંકી દીધી : આરોપીને ઝડપી લેવા તાલુકાભરમાં નાકાબંધી

સાવરકુંડલા,તા. 22
સાવરકુંડલા શહેરમાં નાવલી નદીના ટમાં ઝુંપડુ બાંધી રહેતા ભિક્ષાવૃત્તિ કરતા પરિવારની ત્રણ વર્ષની દિકરી પોતાના માતા પિતા સાથે નદીના પટમાં સુતી હતી અને નરાધમ તેને વહેલીસવારે ઉપાડી જઇ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ ખાતે લઇ જઇ દુષ્કર્મ ગુજારી બાળકીને ગામના બસ સ્ટેન્ડ નાખી બળાત્કારીઓ ફરાર થઇ ગયા હતાં.

વહેલી સવારે ગામ લોકોની અવરજવર શરુ થતાં લોહીલુહાણ હાલતમાં બાળકી નજરે પડતા પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રેપની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા સાવરકુંડલા તાલુકામાં નાકાબંધી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય, એએસપી પ્રેમસુખ ડેલુ, એએસપી સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી ચૌધરી, એલસીબી પીઆઇ કરમટા સાવરકુંડલા દોડી આવ્યા. સાવરકુંડલાથી 8 કિલોમીટર દૂર છે મોટા ઝીંઝુડા ગામે બનાવના પગલે ગ્રામજનો ઉમટ્યા હતાં. આ પ્રકારનું કૃત્ય આચરનાર શખ્સ સામે ફિટકારની લાગણી થઇ રહી છે.

લોકડાઉનની છુટછાટ સમયે પણ આમ જનતા ગરીબોની મદદ કરી રહ્યા છે ત્યારે કોઇ નરાધમ શખ્સે ગરીબ પરિવારની માસુમ બાળકી પર હવશ સંતોષતા અરેરાટી મચી જવા પામી છે.

ત્રણ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ ગુજારનાર જે કોઇ શખ્સ હોય તેને પકડી કડક સજા કરવાની જનતામાંથી પ્રચંડ લોકમાંગણી ઉઠવા પામી છે. બનાવને પગલે આમ જનતા હૃદય કંપી ઉઠ્યા છે.


Loading...
Advertisement