શેરબજારમાં સુધારાની હેટ્રીક: સેન્સેકસમાં 100 પોઈન્ટનો સુધારો

21 May 2020 05:15 PM
Business India
  • શેરબજારમાં સુધારાની હેટ્રીક: સેન્સેકસમાં 100 પોઈન્ટનો સુધારો

મેટલ, ઓટોમોબાઈલ્સ સહિતના ક્ષેત્રોના શેરો ઉંચકાયા: ઈન્ટ્રા ડે ઉંચી સપાટી જળવાઈ ન શકી

મુંબઈ તા.21
મુંબઈ શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે સુધારાનો માહોલ રહ્યો હતો અને સેન્સેકસમાં 100થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.

વૈશ્ચિક શેરબજારમાં તેજીની અસર હેઠળ ભારતીય શેરબજાર ઉઘડતામાં તેજીમાં રહ્યું હતું. પસંદગીના ધોરણે ધુમ લેવાલી રહેતા મોટાભાગના શેરો ઉંચકાતા રહ્યા હતા. જો કે અંતિમ તબકકામાં નફારૂપી વેચવાલી આવતા ઈન્ટ્રા ડે ટોચની સપાટી જળવાઈ શકી ન હતી. છતાં માર્કેટ ગ્રીન ઝોનમાં જ રહ્યું હતું.

શેરબજારમાં મેટલ, ઓટોમોબાઈલ્સ સહિતના પસંદગીના ક્ષેત્રોના શેરો લાઈટમાં હતા. હિન્દાલ્કો, હિરો મોટો, આઈપીસી, એશીયન પેઈન્ટસ, ટીસીએસ, બજાજ ઓટો સહિતના શેરોમાં ઉછાળો હતો જયારો ઈન્ડુસઈન્ડ બેન્ક, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, કોટક મહીન્દ્રા બેન્ક, લાર્સન જેવા શેરો નબળા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 117 પોઈન્ટના ઉછાળાથી 30936 હતો જે ઉંચામાં 31188 તથા નીચામાં 30765 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 38 પોઈન્ટના સુધારાથી 9105 હતો.


Loading...
Advertisement