હેરકટીંગ સલૂન અને પાનની દુકાનનું ખાસ મોનીટરીંગ કરવું જરૂરી : તબીબી એસોસિએશન

21 May 2020 04:25 PM
Gujarat India
  • હેરકટીંગ સલૂન અને પાનની દુકાનનું ખાસ મોનીટરીંગ કરવું જરૂરી : તબીબી એસોસિએશન

મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોકડાઉન છૂટછાટમાં કોરોના વાાઈરસને ફેલાવાની તક ન મળે તે જોવા ખાસ અનુરોધ

નવીદિલ્હી,તા. 21
દેશમાં લોકડાઉનનો અમલ જુદો કરી દેવાયો છે અને બજારો ખુલવાની પણ મંજુરી આપવામાં આવી છે તે સમયે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસો.એ મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને લોકડાઉનના છૂટછાટમાં હેરસલૂન, પાન શોપ અને ટી શોપ જેવા સ્થળો પર ખાસ મોનીટરીંગ કરવા ભલામણ કરી છે.

એસોસિએશનને નાયબ મુખ્યમંત્રીને પણ આ પત્રની માહિતી આપી હતી. જેમાં તેઓએ રાજ્યમાં વધતા જતા કોરોના કેસના સંદર્ભમાં પીપીઇ કીટ તથા એન-95 માસ્ક તથા થ્રી લેયર માસ્ક તથા ગ્લોવ્ઝ જે હોસ્પિટલોને સપ્લાય થાય છે તેના ભાવમાં 300થી 400 ટકાનો વધારો કરી દેવાયો હોવાની પણ વ્યાપક ફરિયાદ કરી છે.

એસોસિએશને જણાવ્યું છે કે, પશ્ર્ચિમના દેશોના અનુભવ પરથી એ નિશ્ચિત થયું છે કે લોકડાઉનની છૂટછાટ એ આ દેશોને મોંઘી પડી છે. હેર સલૂનમાં સ્ટાફ અને ગ્રાહક બંને અત્યંત નજીક હોય છે અને તેથી કોરોનાનો પ્રસાર થવાની શક્યતા સૌથી વધુ હોય છે. ખાસ કરીને જેઓ પાન પાર્લર અને હેર શોપમાં કામ કરે છે તેઓના આરટી-પીસીઆર ટેસ્ટ થવા જોઇએ અને ત્યારબાદ જ તેમને કામ પર જવાની મંજુરી આપવી જોઇએ.

સ્ટાફને પીપીઈ કીટ-માસ્ક ફરજીયાત કરવા જોઇએ અને નિષ્ણાંતોએ આ પ્રકારના કામ કરતા લોકોને ખાસ તાલીમ આપવા માટે એક સેમીનાર ગોઠવવો જોઇએ નહીં તો તે શાકભાજીવાળાની જેમ જ સુપર સ્પ્રેડરર બની જશે. ખાસ કરીને પાન ખાનારાઓ જાહેરમાં થૂંકે છે, દરેક થૂંકનારને ઝડપવો તંત્ર માટે સરળ નથી પરંતુ આ થૂંક અને તેના પરથી અન્ય લોકો ચાલે અને એટલે તેમના ફૂટવેરમાં કોરોના વાઈરસ આવી જાય છે. અને તે રીતે પણ વાઈરસનો ફેલાવો થાય છે.Loading...
Advertisement