ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે જલયાત્રામાં માત્ર મહંત-પૂજારી જ હશે

21 May 2020 03:24 PM
Ahmedabad Gujarat
  • ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે જલયાત્રામાં માત્ર મહંત-પૂજારી જ હશે

અમદાવાદ તા.21
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની સુપ્રસિદ્ધ પરંપરાગત રથયાત્રા સાદાઈથી નીકળવાના સંકેતો છે. સામાન્ય રીતે લાખો દર્શનાર્થીઓ-ભાવિકો સાથે નિકળતી આ રથયાત્રામાં આ વર્ષે કોરોના પ્રકોપને કારણે માત્ર ગણ્યાગાંઠયા લોકોની હાજરીમાં જ કાઢવામાં આવશે.
ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા 23 જૂન અષાઢી બીજે યોજાવાની છે. જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસ મહારાજ તથા મંદિર ટ્રસ્ટીઓની બેઠકમાં પ્રાથમીક ચર્ચા થઈ હતી. લોકડાઉન નિયમોને કારણે કમીટીના અમુક સભ્યો આવી પણ શકયા ન હતા.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે હવે 31મી મેના રોજ બીજી મીટીંગ નકકી કરવામાં આવી છે. રથયાત્રા પુર્વે 5મી જૂને જલયાત્રા યોજાશે તેમાં મહંત મહારાજ અને પૂજારીઓ જેવા અમુક લોકો જ હાજરી આપશે. જલયાત્રા પછી મુખ્ય રથયાત્રા 23મી જૂને યોજાવાની છે. 31મી મેની બેઠકમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.


Related News

Loading...
Advertisement