પીપાવાવમાં એપીએમ ટર્મીનલ્સ દ્વારા ગામડાની મહિલાઓને માસ્ક બનાવવાની તાલીમ શરૂ કરાઇ

21 May 2020 01:12 PM
Bhavnagar
  • પીપાવાવમાં એપીએમ ટર્મીનલ્સ દ્વારા ગામડાની મહિલાઓને માસ્ક બનાવવાની તાલીમ શરૂ કરાઇ
  • પીપાવાવમાં એપીએમ ટર્મીનલ્સ દ્વારા ગામડાની મહિલાઓને માસ્ક બનાવવાની તાલીમ શરૂ કરાઇ

કોવીડ-19 સામે લડવા

પીપાવાવ તા.21
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ગોપી મહિલા મંડલની મદદ સાથે માસ્ક બનાવવા આસપાસના ગામડાઓની મહિલાઓને તાલીમ આપવાની શરૂઆત કરી હતી. આ પહેલ ગામડાઓમાં તમામ પુખ્તો અને બાળકો માટે ધોઈ શકાય એવા કપડાનાં માસ્ક સુનિશ્ચિત કરશે, જે આશરે 20,000ની વસ્તી ધરાવે છે. એનાથી લોકડાઉન દરમિયાન અને લોકડાઉન ખુલ્યાં પછી ગામડાઓને રોજગારી પેદા કરવામાં પણ મદદ મળશે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગામડાઓમાં તમામ પુખ્તો અને બાળકોઓમાં માસ્ક પહેરવાની આદત વિકસે અને રોગચાળા સામે લડવા અન્ય કાળજીઓ રાખવામાં આવે એ સુનિશ્ચિત કરવાનો છે. સ્થાનિક રીતે બનાવવામાં આવેલા આ માસ્કનું વિતરણ રામપરા, કુંભારિયા, ભેરાઈ, શિયાલબેટ, કડિયાલી, પિપાવાવ ધામ વગેરે જેવા આસપાસના ગામડાઓમાં રહેવાસીઓ અને ટ્રકર્સ વચ્ચે થશે.
રાજુલામાં મહિલાઓએ બનાવેલા આ માસ્કની ખરીદી અને ઉપયોગ રાજુલાના લોકો કરી રહ્યાં છે. પોર્ટનો ઉદ્દેશ 50 ગામડાઓમાં મહિલાઓને માસ્ક બનાવવાની તાલીમ આપવાનો છે, જેથી ગામડાઓ માસ્કના સંદર્ભમાં સ્વનિર્ભર બને, જે કોવિડ-19 રોગચાળો નિવારવા માટે અતિ જરૂરી છે.
આ પહેલ રાજુલા તાલુકામાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી સુરક્ષા ધારા) યોજનામાં કાર્યરત 18 ગામડાઓ પાસેથી અંદાજે 3000 શ્રમિકોને નિ:શુલ્ક પણ પ્રદાન કરવામાં આવશે.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ ક્ધટેઇનર્સ, રો/રો (પેસેન્જર કાર), લિક્વિડ બલ્ક અને ડ્રાઈ બલ્ક કાર્ગો માટે ભારતનાં અગ્રણી ગેટવે પોર્ટમાંનું એક છે, જે ભારતનાં અંતરિયાળ વિસ્તાર અને ઉત્તરપશ્ચિમ વિસ્તારોને રોડ અને રેલ નેટવર્ક સાથે ગુજરાતનાં ગ્રાહકોને સેવા આપે છે. પોર્ટની હાલની વાર્ષિક કાર્ગો સંચાલન ક્ષમતામાં 1.35 મિલિયન ટીઇયુ ક્ધટેઇનર્સ, 250,000 પેસેન્જર કાર, 2 મિલિયન મેટ્રિક ટન લિક્વિડ બલ્ક અને 4 મિલિયન મેટ્રિક ટન ડ્રાઈ બલ્ક
સામેલ છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ભારતનું પ્રથમ સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) પોર્ટ છે અને એપીએમ ટર્મિનલ્સનાં આંતરરાષ્ટ્રીય ટર્મિનલ નેટવર્કનો ભાગ છે.


Loading...
Advertisement