જૂનાગઢમાં ટ્રાફિક બ્રિગેડ જવાનો સાથે ઝપાઝપી : ફરજમાં રૂકાવટની ફરિયાદ

21 May 2020 01:10 PM
Junagadh
  • જૂનાગઢમાં ટ્રાફિક બ્રિગેડ જવાનો સાથે ઝપાઝપી : ફરજમાં રૂકાવટની ફરિયાદ

વિસાવદરનાં પીરવડ ગામની સગીરાનું અપહરણ

જૂનાગઢ,તા. 21
એ ડીવીઝન હદના દાણાપીઠ ઢાલ રોડવાળા રસ્તે ટ્રાફીક બ્રિગેડ જવાનને ત્રણ લુખ્ખા શખ્સોએ ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કર્યાની એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે.
જૂનાગઢ એ ડીવીઝનમાં ટ્રાફીક બ્રિગેડમાં નોકરી કરતાં હાર્દિક મુકેશભાઈ ચુડાસમા (ભોંય) ઉ.20 તેમના ફરજ પર દાણાપીઠ ઢાલ રોડના રોડ પર હતા ત્યારે આરોપીઓ શેરુ પંજા,વિક્રમ મેર અને એક અજાણ્યા શખ્સે તેમનું ટુ વ્હીલ રોડ પર પાર્ક કરતાં તેની ના પાડાં આ ત્રણેય શખ્સોએ ઝાપટો મારી ઝપાઝપી કરી ગર્ભીત ધમકી આપી ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
સગીરાનું અપહરણ
વિસાવદરના પીરવડ ગામેથી જાંબુડાનો યુવાન સગીરાને ભગાડી ગયાની ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવી છે. વિસાવદરનાં પીરવડ ગામે રહેતા શખ્સની 17 વર્ષની પુત્રીને વિસાવદરનાં જાંબુડા ગામનો રહીશ કેતન સરવૈયા ગત તા. 17-5નાં સાંજે 7-30 કલાકે પીરવડ ગામેથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે વાલીપણામાંથી ભગાડી ગયાની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતાં વિસાવદર પોલીસ ઇન્સ. એન.આર. પટેલે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement