જસદણમાં આજથી ઓડ ઇવનનો અમલ શરૂ

21 May 2020 01:00 PM
Jasdan
  • જસદણમાં આજથી ઓડ ઇવનનો અમલ શરૂ

વેપારીઓ સાથે બેઠક મળી : એકી-બેકી નંબર લાગ્યો

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.21
જસદણમાં વહીવટીતંત્રે ઓડ ઇવન પદ્ધતિ મુજબ દુકાન ખોલવાનો તંત્રએ વેપારી આગેવાની સાથે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે.
જસદણ વિછીયા તાલુકામાં હજુ સુધી એક પણ કોરોન પોઝિટિવ કેસ નોંધાયો નથી.
ત્યારે જસદણ તાલુકા સેવા સદન ખાતે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને જસદણ ડેપ્યુટી કલેક્ટર પી. જે. ગલચરે બેઠક બોલાવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશભાઈ હિરપરા, ઉપપ્રમુખ પ્રતિનિધિ પંકજભાઈ ચાવ, ચીફ ઓફિસર નીલમબેન ઘેટીયા, પીઆઇ કે આર રાવત, અગ્રણી અશોકભાઈ મહેતા, ભરતભાઇ ધારૈયા, ભરતભાઇ જનાણી, સંજયભાઈ પોપટ, ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, યુવા ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ, નરેશભાઈ દરેડ, સંજયભાઈ વિરોજા, નિલેશભાઈ રાઠોડ, પરેશભાઈ છાંટબાર સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે જસદણમાં તા. 21-5 થી ઓડ ઇવન પદ્ધતિ મુજબ તમામ દુકાનો ખોલવાની રહેશે અને તારીખ 31 સુધી આ પદ્ધતિ અમલમાં રહેશે. નગરપાલિકા તંત્ર દ્વારા જસદણની તમામ દુકાનો ઉપર ઓડ ઇવન નંબર લગાડવામાં આવશે અને એ મુજબ દુકાન ખોલવાની રહેશે. આ બેઠકમાં ઉપસ્થિત વેપારીઓએ એકસાથે ઓડ ઇવન પદ્ધતિને બદલે દરરોજ દુકાનો ખુલી રાખવાની અને સાંજે ચારને બદલે બપોરે એક વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની રજૂઆત કરી હતી. જોકે તંત્રએ ધાર્યું કરીને વેપારીની રજૂઆત માન્ય રાખી નહિ અને ઓડ ઇવન પદ્ધતિ મુજબ જ તારીખ 31 સુધી સાંજે ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી.


Loading...
Advertisement